Fri,19 April 2024,6:10 am
Print
header

કોંગ્રેસના ધારાસભ્યએ વિધાનસભામાં કહ્યું- પોલીસ ધારે તો ડ્રગ્સનો ધંધો બંધ થઇ શકે

ફાઇલ ફોટો

ગાંધીનગર: વિધાનસભા (Assembly)નું ટૂંકા ચોમાસુ સત્ર (Monsoon season)ના બીજા દિવસે પ્રશ્નોનું ઝાપટું જોવા મળ્યું. સત્ર ચાલુ થતાં જ વિપક્ષ (Opposition) દ્વારા સરકારને ઘેરવા માટે સવાલોની ઝડી વરસાવવાની ચાલુ કરી દીધી. ભાજપના નેતાઓ તેનો જવાબ આપવાની તૈયારી સાથે સામે જવાબોની ઝડી વરસાવી હતી. પ્રશ્ન-પ્રતિ ઉત્તરમાં પક્ષ વિપક્ષનું પલડું હલક-ડોલક થતું હતું.

ગુજરાતમાં અસામાજિક (Antisocial) પ્રવૃત્તિઓ (Activities) અટકાવવા બાબત (સુધારા)ની ચર્ચામાં ભાગ લેતા અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે (Dariapur MLA Gyasuddin Sheikh) પોલીસ(Police) અને ડ્રગમાફિયા (Drug mafia) ની સાંઠગાંઠને લઈને સવાલ ઉઠાવતા જણાવ્યું ખરડાયેલ છબિ હોય કે ગુનાહિત ઈતિહાસ હોય ‘ભાજપના સ્વચ્છતા અભિયાન’માં સામેલ થઈ જાવ. કોરોનાની મહામારીમાં નકલી દવાઓનો ધંધો કરનાર લોકોને સજા નહીં પણ તેનું એન્કાઉન્ટર (Encounter) થવું જોઈએ. પોલીસ તંત્રની જાણ બહાર હપ્તા વગર કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ ચાલતી નથી. ગુનાહિત ઈતિહાસ ધરાવતા પોલીસના દલાલો અને વહીવટદારોને શાંતિ સમિતિમાં સ્થાન અપાય છે. અમદાવાદમાં કન્સ્ટ્રક્શન સાઈટો પરથી પોલીસ તંત્ર લાખો રૂપિયાના હપ્તા ઉઘરાવે છે.ડ્રગ્સ માફીયાઓ તથા વ્યાજખોરોને જામીન ન મળવા જોઇએ તેમજ કડકમાં કડક સજા થવી જોઈએ. જણાવ્યું હતું કે, સરકાર કાયદાનો ચૂસ્ત અમલ કરાવે તો રોજ નવા કાયદા લાવવાની જરૂર ના પડે.

ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ પણ કાર્યરત છે અને તેને આડકરતો પોલીસ પ્રશાસનનો સાથ મળી રહ્યો હોય તેવા ગ્યાસુદ્દિન શેખે વિધાનસભામાં આક્ષેપોની સાથે થોડા દિવસ અગાઉ અમદાવાદમાંથી MD ડ્રગ્સ માફિયાઓની મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી હતી.સુરત ક્રાઈમ બ્રાન્ચે 1 કરોડનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. એક  કરોડના ડ્રગ્સ સાથે 1 વ્યક્તિના અટકાયત કરવામાં આવ છે.ક્રાઈમ બ્રાન્ચે ખૂબ જ મોટા પ્રમાણમાં આ ડ્રગ્સ પકડી પાડ્યું છે.

ગ્યાસુદ્દીન શેખના વિધાનસભામાં ઉઠાવવામાં આવેલા સવાલથી સાબિત થાય છે કે જો પોલીસ ધારે તો કોઈપણ વિસ્તારમાં ડ્રગ્સ ન વેચી શકાય. ડ્રગ્સનું વ્યસન યુવધાનને બરબાદ ન કરે તે જોવાની જવાબદારી પોલીસ પ્રશાસન અને સરકાર બંનેની છે.  

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch