Thu,25 April 2024,1:27 pm
Print
header

ગુજરાતમાં ગુજરાતી ભાષા નહીં ભણાવનારી સ્કૂલોની હવે ખેર નહીં- Gujarat Post

ગાંધીનગરઃ રાજ્યમાં હવેથી તમામ સ્કૂલોમાં ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવી પડશે. વિધાનસભા સત્રમાં ધોરણ 1થી8માં ગુજરાતી ભાષા વિષય તરીકે ફરજિયાત કરતું વિધેયક વિધાનસભા ગૃહમાં રજૂ કરાયું છે. શિક્ષણ મંત્રી દ્વારા આ વિધેયક રજૂ કરાયું હતુ. વિધેયક રજૂ થયું ત્યારે આશરે 50 જેટલા ધારાસભ્યો ગેરહાજર રહ્યાં હતા. માતૃભાષા ફરજિયાત કરવાના મહત્વના વિધેયક સમયે પણ ધારાસભ્યો ઉદાસીન જણાયા હતા. સરકારી વિધેયક સમયે તમામ સભ્યોએ હાજર રહેવું તેવો સામાન્ય રીતે સત્તાપક્ષનો આદેશ હોય છે, તેમ છતાં વિપક્ષ, આપ અને અપક્ષ ધારાસભ્યો ગેરહાજર જોવા મળ્યાં હતા.

વિધેયક મુજબ પ્રથમ વખત નિયમોનો ભંગ કરવાની શાળાઓને રૂ. 5૦,૦૦૦નો, બીજી વખત નિયમોના ભંગ બદલ રૂ. 1,૦૦,૦૦૦નો  અને ત્રીજી વખત નિયમોના ભંગ માટે રૂ. 2,૦૦,૦૦૦ના દંડની જોગવાઈ છે. ત્રણ વખતથી વધુ વખત નિયમોનો ભંગ થાય તો શૈક્ષણિક સંસ્થાની માન્યતા રદ્દ થઈ શકે છે. રાજ્યના પ્રત્યેક બોર્ડ અને સ્કૂલને કાયદો લાગુ પડશે. વિધેયકના નિયમો પ્રમાણે દંડ ઉપરાંત સજાની પણ જોગવાઇ છે. કાયદાનો અમલ કરાવવા માટે સરકાર નાયબ નિયામકની નિમણૂંક કરશે.

ગુજરાત બોર્ડ ઉપરાંત તમામ બોર્ડમાં ગુજરાતી ફરજીયાત છે, જેમાં સીબીએસસીની સ્કૂલો અને કેન્દ્રીય સ્કૂલોનો પણ સમાવેશ કરાયો છે. સ્કૂલો અભ્યાસક્રમ શરૂ ન કરે તો તેને સજા કરતાં પહેલાં રજૂઆત સાંભળવાની રહેશે. જો બિન ગુજરાતી વિદ્યાર્થી માટે માતા-પિતા કારણો સાથે વિનંતી કરે તો મુક્તિ આપવામાં આવી શકે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch