Sun,16 November 2025,5:25 am
Print
header

આ રહી વાય.પૂરણ કુમારને હેરાન કરનારા IPS અને IAS અધિકારીઓની સંપૂર્ણ યાદી, અંતિમ નોંધમાં દરેકની ભૂમિકાની વિગતો મળી

  • Published By Panna patel
  • 2025-10-10 09:51:11
  • /

ચંદીગઢઃ હરિયાણા પોલીસના વરિષ્ઠ IPS અધિકારી વાય. પૂરણ કુમારના આત્મહત્યા કેસમાં હવે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. ચંદીગઢ પોલીસે હરિયાણાના ડીજીપી શત્રુઘ્ન સિંહ કપૂર સહિત 13 અધિકારીઓ અને ભૂતપૂર્વ અધિકારીઓ સામે એફઆઈઆર નોંધી છે. આ એ જ નામો છે જેમને વાય. પૂરણ કુમારે પોતાની સ્યૂસાઇટ નોટમાં જવાબદાર ઠેરવ્યા છે. ચંદીગઢના સેક્ટર 11 પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ચંદીગઢના આઈજી પુષ્પેન્દ્ર કુમારે પુષ્ટિ આપી કે તમામ નામાંકિત અધિકારીઓ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે. 

વાય. પૂરણ કુમારે કોની સામે કયા આરોપો લગાવ્યાં ?

હરિયાણા કેડરના 2001 બેચના IPS અધિકારી વાય. પૂરણ કુમારે પોતાની નોટમાં 13 અધિકારીઓના નામ આપ્યાં છે. તેમાં 9 IPS અને 2 IAS અધિકારીઓ મુખ્ય છે. તેમણે સ્પષ્ટ લખ્યું, જાતિ ભેદભાવ, માનસિક ત્રાસ અને કાવતરાં દ્વારા મને સતત હેરાન કરવામાં આવતો હતો. જ્યારે મેં ન્યાયની આશા ગુમાવી દીધી, ત્યારે મેં આ પગલું ભર્યું છે.

સ્યૂસાઇડ નોટમાં ઉલ્લેખિત બધા નામો અને આરોપોની યાદી:

- શત્રુજીત કપૂર (આઈપીએસ, ડીજીપી હરિયાણા): એવો આરોપ છે કે તેમને 1 જાન્યુઆરી, 2015 થી તેમના પગારના બાકી પૈસા મળ્યાં હતા, પરંતુ જ્યારે પૂરણ કુમારે સમાન ધોરણે તેની માંગણી કરી, ત્યારે તત્કાલીન ગૃહમંત્રી અનિલ વિજ અને અધિક મુખ્ય સચિવ ગૃહ ટીવીએસએન પ્રસાદની સામે તેમનું જાહેરમાં અપમાન કરવામાં આવ્યું. તેમણે વિરોધ કર્યો અને તેમનું એરિયસ રોકી દીધું. તેમના પર ખોટી ફરિયાદો દાખલ કરવાનો અને સત્તાવાર રહેઠાણ અને સરકારી વાહન માટે વધારાની શરતો લાદવાનો પણ આરોપ છે.

- સંજય કુમાર (એડીજીપી, 1997 બેચ): જાહેર અપમાનના આરોપો અને તેમની સામે અનેક ખોટા આરોપો. 

- પંકજ નૈન (આઈજીપી, 2007 બેચ): આરોપ છે કે તેમણે ખોટા આરોપો લગાવીને એપીઆર રિપોર્ટ સાથે માનસિક રીતે હેરાન કરવાનું અને ચેડા કરવાનું કાવતરું ઘડ્યું હતું. તેમણે મારા વિરુદ્ધ ખોટી ફરિયાદો નોંધાવવાનું કાવતરું ઘડ્યું અને તેને પ્રસારિત કર્યું.

- કલા રામચંદ્રન (આઈપીએસ, 1994 બેચ): ખોટી ફરિયાદોના આધારે હેરાન કરવાના કાવતરાના આરોપો. 

- સંદીપ ખિરવાર (આઈપીએસ, 1995 બેચ): એવો આરોપ છે કે ગુરુગ્રામમાં જોઈન્ટ કમિશનર ઓફ પોલીસના પદ પરથી મારી બદલી થયા પછી મારા વિરુદ્ધ ખોટા કેસ દાખલ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ કેસમાં સંદીપ ખિરવારને મુખ્ય કાવતરાખોર તરીકે નામ આપવામાં આવ્યું છે. 

- સિબાશ કવિરાજ (આઈપીએસ, 1999 બેચ): ગુરુગ્રામમાં તેમની પોસ્ટિંગ દરમિયાન ખોટી ફરિયાદોનો આરોપ છે. 

- મનોજ યાદવ (ભૂતપૂર્વ ડીજીપી, આઈપીએસ 1998 બેચ): અંબાલાના એક પોલીસ સ્ટેશનમાં મંદિરમાં ગયા પછી જાતિ ભેદભાવ અને માનસિક ત્રાસ શરૂ થયાનો આરોપ છે.

- પી.કે. અગ્રવાલ (ભૂતપૂર્વ ડીજીપી, આઈપીએસ 1988 બેચ): પૂરણે લખ્યું છે કે તે મારો બેચમેટ હતો પરંતુ મારી સામે ભેદભાવપૂર્ણ જાતિ આધારિત માનસિક ત્રાસમાં સતત સામેલ હતો.

- ટી.વી.એસ.એન. પ્રસાદ (આઈએએસ, 1988 બેચ): કથિત રીતે ભેદભાવપૂર્ણ જાતિ આધારિત માનસિક ઉત્પીડનમાં સંડોવાયેલા.

- રાજીવ અરોરા (IAS, ભૂતપૂર્વ અધિક મુખ્ય સચિવ, હરિયાણા સરકાર): આરોપ છે કે તેમને તેમના પિતાના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે રજા આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. આ કારણે તેઓ પિતાને છેલ્લી વાર મળી શક્યા નહીં. આ તેમના જીવનનું સૌથી મોટું દુઃખ હતું. 

- અમિતાભ ધિલ્લોન (એડીજીપી): આરોપ છે કે જ્યારે આરટીઆઈ માહિતી માંગવામાં આવી ત્યારે દુર્ભાવનાપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી હતી. સરકારી રેકોર્ડમાં પગારમાંથી બચતને શંકાસ્પદ રોકડ એન્ટ્રી તરીકે જાહેર કરવામાં આવી હતી.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch