Wed,24 April 2024,10:00 am
Print
header

રાજકોટ: ભાજપ નેતાના પુત્ર સામે નોંધાઈ પોલીસ ફરિયાદ, જાણો શું છે સમગ્ર કેસ- Gujarat post

રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી નાગદાન ચાવડાના પુત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ

39 લાખ રૂપિયાની લેતીદેતી મામલે બોટલનો ઘા કર્યો હતો

ઘટના સીસીટીવીમાં દેખાઇ

રાજકોટઃ ભાજપ નેતાના પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી નાગદાન ચાવડાના પુત્ર સુરેશ ચાવડા સામે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે. નાગદાન ચાવડાના સાઢુના ભાઈએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ કરી છે. ગઈકાલે 39 લાખ રૂપિયાની લેતીદેતી મામલે જિલ્લા ભાજપ અગ્રણીના પુત્રએ બોટલનો ઘા કર્યો હતો. નાગદાન ચાવડાના સગા સાઢુના નાના ભાઇ મહિપતભાઈ ડાંગરે આ પોલીસ ફરિયાદ કરી છે. ફરિયાદી મહિપતે 2017 માં 39 લાખ રૂપિયા સુરેશ નગદાન ચાવડા પાસેથી ઉછીના લીધા હતા. સુરેશને 39 લાખ રૂપિયા સામે વ્યાજ સાથે 1 કરોડ 92 લાખ રૂપિયા આપ્યાં હતા.તેમ છતાં સુરેશે મહિપતની ઓફિસમાં જઇને તોડફોડ કરી હતી. પોલીસે આ મામલે સુરેશ નાગદાન ચાવડા વિરૂદ્ધ  ગુનો દાખલ કર્યો છે.

રાજકોટ ડીસીપી ઝોન-2 સુધીર કુમાર દેસાઈએ જણાવ્યું કે આરોપી વિરુદ્ધ 452, 504 ,287, 506/2, 540,42 કલમો અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે.ફરિયાદીએ રૂપિયા પરત આપી દીધાનું સ્ટેમ્પ પેપર પર લખાણ હોવા છતાં સુરેશ ચાવડાએ વ્યાજની વધુ માંગણી કરીને તોડફોડ કરી હતી. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch