Fri,19 April 2024,5:07 am
Print
header

રાજુ શ્રીવાસ્તવ પંચ મહાભૂતોમાં વિલીન, અંતિમ વિદાયમાં સામેલ થયા અનેક કલાકારો- Gujarat Post

દિલ્હીના નિગમ બોધ ઘાટ ખાતે કરવામાં આવ્યાં અંતિમ સંસ્કાર

42 દિવસની લડાઈ બાદ જિંદગી સામે હાર્યાં જંગ

અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં ચાહકો રહ્યાં હાજર

નવી દિલ્હીઃ પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે બુધવારે આ દુનિયાને અલવિદા કહી દીધી છે.રાજુ શ્રીવાસ્તવના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ શોકમાં છે. તેઓ છેલ્લા 42 દિવસથી જીવન સાથેની લડાઈ લડી રહ્યાં હતા. શ્રીવાસ્તવે 21 સપ્ટેમ્બરે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. શ્રીવાસ્તવના અંતિમ સંસ્કાર દિલ્હીના નિગમ બોધ ઘાટ ખાતે કરવામાં આવ્યાં છે. કોમેડી કિંગ કહેવાતા રાજુ શ્રીવાસ્તવના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં ચાહકો, અને કલાકારો હાજર રહ્યાં છે.

રાજુ શ્રીવાસ્તવના સાળા પ્રદીપ ખંડેલવાલે દુઃખ વ્યક્ત કરતા કહ્યું- હું લખનઉથી આવ્યો છું.તેમનું આકસ્મિક નિધન ખૂબ જ દુઃખદ છે. તે બધાને પ્રેમથી મળતા હતા. રાજુ શ્રીવાસ્તવ એક લિજેન્ડ છે અને લિજેન્ડ જ રહેશે.તેમની પાસે યાદો છે, ગમે તે થાય, યાદ રહેશે કે જો રાજુજી જીવતા હોત તો આ વાત આ રીતે કહી હોત.સ્ટાર બન્યાં પછી પણ તે જમીન સાથે જોડાયેલા માણસ હતા.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch