Wed,19 February 2025,8:52 pm
Print
header

અમદાવાદમાં છવાયો કોલ્ડપ્લે ફીવર, સ્ટેડિયમની ફેરવાયું પોલીસ છાવણીમાં - Gujarat Post

ફ્લાઇટનું ભાડું પણ ત્રણ થી ચાર ગણું થઈ ગયું

અમદાવાદની અનેક હોટલો બે દિવસ માટે હાઉસફૂલ

કોલ્ડપ્લેના ક્રિસ માર્ટિને અડધી રાત્રે ટૂ-વ્હીલર સવારી કરી

અમદાવાદઃ શહેરમાં આજે કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાશે. આ માટેની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. દર્શકોના ધસારાને પહોંચી વળવા બપોરે 2 વાગ્યાથી જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, સાંજે 5.30 કલાકથી કાર્યક્રમ શરૂ થશે, અમદાવાદમાં 25-26 જાન્યુઆરીના રોજ યોજાનારા કોન્સર્ટને લઈ શહેરમાં દેશ-વિદેશના ચાહકોનું મોટી સંખ્યામાં આગમન થઈ ગયું છે. જેને લઈ અમદાવાદમાં અને ખાસ કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ કોલ્ડપ્લે ફીવર છવાઇ ગયો છે.

કોલ્ડપ્લેનો લીડ સિંગર ક્રિસ માર્ટિન આઈટીસી નર્મદામાં અને કોલ્ડપ્લેની ટીમ હોટલ હયાતમાં રોકાઈ છે. કોલ્ડપ્લેનું પર્ફોર્મન્સ આશરે સાંજે 7:45 વાગ્યે શરૂ થશે. એ પહેલાં એલ્યાના, શૌન અને જસલીન રોયલ પર્ફોર્મ કરશે. કોલ્ડપ્લેના ક્રિસ માર્ટિનની અડધી રાત્રે ટૂ-વ્હીલર સવારી કરી હતી.

કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ 14 ડીસીપી, 25 એસીપી, 63 પીઆઈ, 142 પીએસઆઈ, 3581 હેડ કોન્સ્ટેબલ સહિત 3825 પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાશે. મેડિકલના 11 ડોમ, 7 એમ્બ્યુલન્સ, 2 મિનિ હૉસ્ટિપલ અને 6 ઈન્ફોર્મેશન ડેસ્ક બનાવ્યાં છે. આ કોન્સર્ટમાં 5 વર્ષથી નાના બાળકોને એન્ટ્રી નહીં મળે. પ્રેક્ષકોને ઈયર પ્લગ આપવામાં આવશે. સ્ટેડિયમની અંદર લાગેલા 270 કેમેરાથી સતત મોનિટરિંગ કરવામાં આવશે. જે ટીમ મોનિટરિંગ કરશે અને કોઈ શંકાસ્પદ લાગશે તો તાત્કાલિક નજીકના લોકેશનમાં રહેલા પોલીસકર્મીને તેની જાણ કરવામાં આવશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch