America Winter Storm: સોમવારે અમેરિકાના મોટા ભાગોમાં બરફવર્ષા જોવા મળી હતી. ઉત્તર પૂર્વમાં ભારે હિમવર્ષા, દક્ષિણ રાજ્યોમાં થીજી ગયેલા બરફના સ્તરને કારણે લાખો લોકો વીજળી વિના ઠંડીમાં ધ્રૂજી રહ્યાં હતા. વિવિધ રાજ્યોમાંથી મળેલા અહેવાલો અનુસાર, બરફવર્ષાને કારણે મૃત્યુઆંક 30 સુધી પહોંચી ગયો છે.
સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું
બરફવર્ષાએ અરકાનસાસથી ન્યુ ઇંગ્લેન્ડ સુધીના આશરે 2,100 કિલોમીટરના વિસ્તારને અસર કરી છે, જેના કારણે ઘણી જગ્યાએ એક ફૂટથી વધુ બરફ જામ્યો હતો. જેના કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે.
સોમવારે ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને શાળાઓ મોટાભાગે બંધ રહી હતી. રાષ્ટ્રીય હવામાન સેવાના જણાવ્યાં અનુસાર, પિટ્સબર્ગની ઉત્તરે 20 ઇંચ સુધી બરફ પડ્યો હતો, જ્યારે સોમવાર રાતથી મંગળવાર સુધી તાપમાન માઇનસ 31 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયું હતું. ન્યૂયોર્ક શહેરના સેન્ટ્રલ પાર્કમાં 11 ઇંચ બરફ પડ્યો હતો.
અનેક લોકો પ્રભાવિત થયા
મૃત્યુ પામેલાઓમાં મેસેચ્યુસેટ્સ અને ઓહિયોમાં બરફવર્ષામાં માર્યા ગયેલા બે લોકોનો સમાવેશ થાય છે. બરફવર્ષાને કારણે અરકાનસાસ અને ટેક્સાસમાં મોત થયા છે. કેન્સાસમાં, બ્લડહાઉન્ડ કૂતરાઓની મદદથી 28 વર્ષીય મહિલાનો મૃતદેહ બરફમાં દટાયેલો મળી આવ્યો હતો. ન્યૂયોર્ક સિટીમાં ઠંડી દરમિયાન 8 લોકો બહાર મૃત હાલતમાં મળી આવ્યાં હતા. મિસિસિપી, ટેનેસી, લુઇસિયાના, પેન્સિલવેનિયા અને અન્ય રાજ્યોમાં પણ મૃત્યુના અહેવાલો મળ્યા છે.
વીજળી ગુલ થઈ ગઈ છે અને ભયાનક સ્થિતિ
poweroutage.com મુજબ, સોમવારે બપોર સુધીમાં દેશભરમાં 7.5 લાખથી વધુ ઘરો અને વ્યવસાયો વીજળી વગરના હતા, જેમાંથી મોટાભાગના દક્ષિણ રાજ્યોમાં હતા. ખાસ કરીને ઉત્તરી મિસિસિપી અને ટેનેસીમાં થીજી ગયેલા બરફના કારણે વીજળીના તાર ઉખડી ગયા છે. મિસિસિપીમાં, તેને 1994 પછીનું સૌથી ભયાનક બરફનું તોફાન માનવામાં આવે છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં વોર્મિંગ સ્ટેશનો પર પલંગ, ધાબળા, પાણી અને જનરેટર પહોંચાડવામાં આવી રહ્યાં છે. મિસિસિપી યુનિવર્સિટીએ આખા અઠવાડિયા માટે તેના ઓક્સફોર્ડ કેમ્પસમાં વર્ગો રદ કર્યા છે કારણ કે કેમ્પસ બરફથી ઢંકાયેલું છે. ઓક્સફર્ડના મેયર રોબિન ટેનેહિલે સોશિયલ મીડિયા પર લખ્યું કે એટલા બધા વૃક્ષો, ડાળીઓ અને લાઇનો પડી ગઈ હતી કે દરેક શેરી એવી લાગતી હતી કે જાણે કોઈ વાવાઝોડાનો ભોગ બન્યો હોય.
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
ઇન્ડોનેશિયા: જાવા સમુદ્રમાં 240 લોકોને લઈને જતું જહાજ ગુમ, સંપર્ક તૂટ્યાં બાદ ચિંતા વધી | 2026-09-13 10:10:02
BRICS સમિટનું સંયુક્ત ઘોષણાપત્ર જાહેર: એક તરફી ટેરિફ અને વેપાર પ્રતિબંધોની આકરી ટીકા કરાઇ | 2026-09-12 18:00:11
BRICS ની શક્તિશાળી તસવીર: PM મોદી, પુતિન અને જિનપિંગ એક સાથે જોવા મળ્યાં | 2026-09-12 17:33:26
શી જિનપિંગ ભારતની મુલાકાતે, BRICS માં પીએમ મોદી સાથે મહત્વની બેઠક | 2026-09-12 09:12:08
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17