નવી દિલ્હીઃ કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ZEN- G ઉપટી પડ્યાં હતા. આ ઓનલાઇન સંગઠનના સ્થાપક અભિજીત દીપકે પ્રદર્શનમાં ભાગ લીધો હતો. તેઓ અમેરિકાથી આવીને જંતર મંતર પર પ્રદર્શનમાં પહોંચ્યાં હતા.
અહીં અનેક લોકો કોકરોચના માસ્ક પહેરેલા જોવા મળ્યાં હતા અને તેમના હાથમાં ફૂલો હતા. શાળાના વિદ્યાર્થીઓ પણ પોતાના માતા-પિતા સાથે આ પ્રદર્શનમાં સામેલ થવા પહોંચ્યાં હતા. આ આંદોલનમાં જોડાનારાઓમાં મોટાભાગે શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને યુવા પ્રોફેશનલ્સ છે.
પ્રદર્શન સ્થળે મોટી સંખ્યામાં ભેગા થયેલા વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કરીને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી હતી. સવારે દિલ્હી પહોંચેલા અભિજીત દીપકે સમર્થકોને શિસ્ત જાળવી રાખવા અને પ્રદર્શનને શાંતિપૂર્ણ રાખવા આગ્રહ કર્યો હતો.
સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે આ પ્રદર્શનને સમર્થન આપ્યું છે. તેમણે જણાવ્યું કે જો દીપકેની ધરપકડ કરવામાં આવશે, તો તેઓ છ અઠવાડિયાના ઉપવાસ પર ઉતરશે. લદ્દાખના સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક શનિવારે દિલ્હીના જંતર-મંતર પહોંચ્યાં હતા અને CJPના પ્રદર્શનમાં સામેલ થયા હતા. આ પ્રદર્શન NEET પેપર લીક અને CBSE મૂલ્યાંકન વિવાદ સહિતની પરીક્ષાની ગેરરીતિઓને લઈને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ માટે કરવામાં આવી રહ્યું છે.
વાંગચુકે જણાવ્યું કે, તેમનો મુદ્દો માત્ર NEET કે CBSE પૂરતો સીમિત નથી, પરંતુ દેશની શિક્ષણ વ્યવસ્થા સાથે જોડાયેલો મોટો સવાલ છે. તેમણે ઉમેર્યું કે તેઓ છેલ્લા ચાર દાયકાથી અંતરિયાળ વિસ્તારોની સરકારી શાળાઓનું શિક્ષણ સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ પરિસ્થિતિ ન બદલાવાને કારણે નિરાશા વધી છે.
हजारों कॉकरोच ऐसे #cjpprotest pic.twitter.com/VQPCxW7faP
— Cockroach is Back (@Cockroachisback) June 6, 2026
અભિજીત દીપકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જંતર-મંતર ખાતે સમર્થકોને મળવા માટે ઉત્સુકતા વ્યક્ત કરી હતી અને તેમને એક પુસ્તક તથા રાષ્ટ્રીય ધ્વજ સાથે લાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે પ્રદર્શનમાં આવતા લોકોને અપીલ કરી હતી કે તેઓ પોલીસકર્મીઓને કરુણા અને કૃતજ્ઞતાના પ્રતીક રૂપે ફૂલ ભેટ આપે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે આ આંદોલન પ્રેમ અને શાંતિ સાથે કરવાનું છે.
જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરનારા બે ઝડપાયા | 2026-07-14 18:41:23
પૂર્વ અંડર સેક્રેટરી RVS મણિનો દાવો, ભારત પ્રવાસે આવતી વખતે પાકિસ્તાની ક્રિકેટરો અને ડેલિગેશન લાવતા હતા ડ્રગ્સનો જથ્થો | 2026-07-14 18:21:29
સુરતમાં દુષ્કર્મ પીડિતાનો કેસ લડતા વકીલે જ સગીરા પર દુષ્કર્મ આચર્યુ, વીડિયો ઉતારીને બ્લેકમેઈલ પણ કરી | 2026-07-14 18:05:18
Breaking News: ગુજરાત ATS નું મોટું ઓપરેશન, સિદ્ધપુરમાંથી 5 સંદિગ્ધ આતંકીઓની ધરપકડ, જૈશ-એ-મોહમ્મદ સાથેના સંબંધોની તપાસ શરૂ | 2026-07-14 12:07:21
ઈરાનનો હોર્મુઝમાં બે ટેન્કરો પર મિસાઈલ હુમલો, 1 ભારતીયનું મોત, અન્ય 8 ઘાયલ | 2026-07-14 09:13:04
કોંગ્રેસે માંજલપુર વિધાનસભા બેઠક પર ઉમેદવારની કરી જાહેરાત, ભીખાભાઈ રબારીને મળી ટિકિટ | 2026-07-13 08:54:57
કેજરીવાલે પેટ્રોલનો ભાવ રૂપિયા 82 પ્રતિ લિટર કરવા કરી માંગ, મોદી સરકાર પર કર્યા પ્રહાર | 2026-07-09 18:07:04
રામ મંદિરનો શ્રેય તમારો તો લૂંટની જવાબદારી કોની ? પીએમ મોદી પર મુકુલ વાસનિકનો પ્રહાર | 2026-07-08 18:11:34
છેડતી કરનારને બે લાફા મારી લેજો, બાકીની જવાબદારી મારી: જૂનાગઢના ધારાસભ્યની ચીમકી | 2026-06-26 19:21:02
Fact Check: પત્નીએ પતિની હત્યા કરીને મૃતદેહને ગેસ સિલિન્ડરમાં ભરી દીધો ! જાણો વાયરલ વીડિયોનું સત્ય | 2026-07-12 15:41:22
આ નવું આવ્યું...રામ મંદિરના નામે બનાવટી રસીદોનું કૌભાંડ, દાતાઓ પાસેથી પૈસા પડાવ્યાં | 2026-07-08 16:36:55
રામ મંદિરને લૂંટવાનું ષડયંત્ર, અંતે ચંપત રાયનું રાજીનામું સ્વીકારી લેવાયું | 2026-07-07 17:52:06
જંગલના એક રિસોર્ટમાં સેક્સ રેકેટનો પર્દાફાશ, નૈનીતાલમાં 52 પુરુષો, 10 મહિલાઓ આપત્તિજનક હાલતમાં પકડાયા | 2026-07-06 19:14:09
ફરી યુદ્ધ ભડક્યું: ઈરાનના બંદર અબ્બાસ અને કેશમ પર અમેરિકાના હુમલા, એક જ દિવસમાં બીજી વખત એટેક | 2026-07-13 17:04:50