તેલ અવીવઃ દુબઈથી તેલ અવીવ જતી ફ્લાઇટમાં પાયલટ સ્મિત મચ્છર પર હુમલો કરનાર સહ- પાયલટની ઓળખ જાહેર થઇ ગઇ છે. અલ અરેબિયા અંગ્રેજી અને CNNના અહેવાલો અનુસાર, આરોપી સહ-પાયલટ હમામ અલ-હમામી નામનો ઓમાની નાગરિક છે. તે અગાઉ ઓમાનની રાષ્ટ્રીય એરલાઇન, ઓમાન એર માટે કામ કરતો હતો.
ઓમાનમાં ઉડાન પર લગાવ્યો હતો પ્રતિબંધ
ઓમાનના સહ-પાયલોટ હમામ અલ-હમામીને અગાઉ ઓમાનમાં ઉડાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ નિર્ણય તેના કટ્ટરપંથી વિચારોને કારણે લેવામાં આવ્યો હતો. હમામ અલ-હમામી સીરિયામાં રહેતો હતો ત્યારે કટ્ટરપંથી વિચારોથી પ્રભાવિત થયો હતો. ઉડાન પર પ્રતિબંધ મૂકાયા પછી અલ-હમામી ઓમાન છોડીને સંયુક્ત આરબ અમીરાત ગયો હતો. બાદમાં તેઓ ફ્લાયદુબઈમાં નોકરી મેળવવામાં સફળ રહ્યો હતો.
આ સમગ્ર ઘટનામાં સૌથી મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે ફ્લાય દુબઈએ તેને નોકરી પર રાખતા પહેલા તેની પૃષ્ઠભૂમિની તપાસ કરી ન હતી. અલ-હમામીનો જન્મ સંયુક્ત આરબ અમીરાતમાં થયો હતો. તેના પિતા ઓમાનના છે, જ્યારે તેની માતા સીરિયન મૂળના છે. અલ-હમામીએ તેમના જીવનનો મોટાભાગનો સમય યુએઈમાં વિતાવ્યો હતો.
શું ઇઝરાયલમાં ક્રેશ થવાની યોજના હતી ?
ઇઝરાયલના i24Newsને કો-પાયલટે તપાસકર્તાઓને કહ્યું હતું કે તેનો ઇઝરાયલમાં વિમાન ક્રેશ કરવાનો ઇરાદો હતો. રિપોર્ટ અનુસાર, જો તે તેના મિશનમાં સફળ થયો હોત, તો આ ઘટના 9/11 જેવી બની હોત, 9/11 ની ઘટનામાં આત્મઘાતી આતંકીઓએ અમેરિકા પર હુમલો કરવા માટે વિમાનોનો ઉપયોગ કર્યો હતો. ઓમાની પાયલોટ હમામ અલ-હમામીને યુએઈ મોકલવામાં આવ્યો છે, જ્યાં તપાસ એજન્સીઓ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આતંકવાદી નેટવર્ક સાથે અલ-હમામીના કનેકશન, તેના સંભવિત હેતુઓ અને આંતરરાષ્ટ્રીય જોડાણોની પણ તપાસ કરવામાં આવી રહી છે.
ફ્લાયદુબઈ ફ્લાઇટમાં શું થયું ?
30 સપ્ટેમ્બરના રોજ, ઓમાની કો-પાયલોટ હમામ અલ-હમામીએ દુબઈથી તેલ અવીવ જતી ફ્લાય દુબઈ ફ્લાઇટમાં ભારતીય પાયલોટ સ્મિત પર હુમલો કર્યો હતો. કેપ્ટન સ્મિતનો સામનો અલ-હમામી સાથે થયો અને ATC ને હાઇજેક સિગ્નલ મોકલ્યો. હમામ અલ-હમામીએ વિમાન ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કેપ્ટન સ્મિત મચ્છરે બહાદુરીથી પ્રતિકાર કર્યો અને કોકપીટનો દરવાજો ખોલ્યો. દરમિયાન, અન્ય ક્રૂ સભ્યો અને મુસાફરો ત્યાં પહોંચ્યાં અને હુમલો કરનાર કો-પાયલોટ અલ-હમામીને કાબૂમાં લીધો હતો. વિમાન લગભગ 16,000 ફૂટ નીચે ઉતરી ગયું હતું. ત્યાર બાદ બે અન્ય પાયલોટોએ વિમાનનું નિયંત્રણ પોતાના હાથમાં લીધું હતં, જેમાં કુલ 174 મુસાફરો સવાર હતા.
કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીની પ્રશંસા કરવામાં આવી
કેપ્ટન સ્મિત મચ્છરે સમગ્ર ઘટનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ગંભીર ઇજાઓ છતાં, તેમણે હુમલાખોરનો સામનો કર્યો અને કોકપીટનો દરવાજો ખોલવામાં સફળ રહ્યાં, જેનાથી ક્રૂ અને મુસાફરો અંદર પ્રવેશી શક્યા અને આરોપીઓને કાબુમાં લઈ શક્યા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેપ્ટન માચ્છરની હિંમત અને સમજદારીની પ્રશંસા કરી. અગાઉ, ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ ભારતીય પાયલોટની હિંમતની પ્રશંસા કરતા કહ્યું હતું કે એક ભારતીયે 9/11 જેવી દુર્ઘટના અટકાવી હતી.
ACB ટ્રેપઃ ઉનામાં પથ્થરોથી ભરેલું ટ્રેક્ટર નહીં રોકવા અને હેરાનગતિ નહીં કરવા રૂપિયા 2000 ની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, હેડ કોન્સ્ટેબલ ફરાર | 2026-10-16 21:28:59
કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા | 2026-10-16 18:55:47
આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે એક દિવસના હંગામી જામીન આપ્યાં, નાના ભાઈએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે | 2026-10-16 18:25:12
અમરેલીઃ જાફરાબાદમાં 4 સગીરાઓ સાથે યૌન શોષણનો સનસનીખેજ બનાવ, નરાધમ શિક્ષક ઝડપાયો | 2026-10-16 09:49:21
દિલ્હીમાં CJP ની લહેરાદો તિરંગાના એલાનથી કનોટ પ્લેસ છાવણીમાં ફેરવાયું, દિપકેની સાંજે અટકાયત કરાઇ | 2026-10-16 09:40:17
નાઇજીરીયામાં વાયુસેનાનું વિમાન ક્રેશ, 32 લોકોનાં મોત, ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક | 2026-10-06 09:05:13
યુએસ પ્રમુખ ટ્રમ્પનો મોટો દાવો, ફ્લાય દુબઈ ફ્લાઇટમાં આતંકવાદી કાવતરા પાછળ ઈરાનનો હાથ | 2026-10-06 08:30:59
યુક્રેન યુદ્ધ પીએમ મોદીના વિચાર પર સમાપ્ત થઈ શકે છે, રશિયન રાષ્ટ્રપતિ પુતિનનું મોટું નિવેદન | 2026-10-02 09:48:54
ફ્લાય દુબઈના કેપ્ટન સ્મિત પર ઓમાનના કો-પાયલટે આવી રીતે છરી મારી હતી, ઇઝરાયલી પીએમ નેતન્યાહૂએ કહી આ વાત | 2026-10-02 09:32:21