Thu,25 April 2024,5:01 am
Print
header

સીએમ ભૂપેન્દ્ર પટેલ, અમિત શાહનો ભવ્ય રોડ શો, શાહે કહ્યું હવે કાશ્મીર આપણું છે, અમે સર્જીકલ સ્ટ્રાઇક પણ કરી- Gujarat Post News

જીત પછી ભૂપેન્દ્ર પટેલ જ હવે મુખ્યમંત્રીઃ શાહ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ચૂંટણી ફોર્મ ભરતા પહેલા રોડ શો કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો, સમર્થકો હાજર રહ્યાં. ઘાટલોડિયા વિધાનસભાના મુખ્ય ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે તેમણે કહ્યું, ઘાટલોડિયા મતવિસ્તાર અને દરેક નાગરિકો મારા પરિવારજનો છે. ભાજપ હમેશા પરિવાર ભાવનાથી ચાલતી પાર્ટી છે. વિકાસની રાજનીતિમાં આપણે આગળ વધી રહ્યાં છીએ, દરેક કાર્યમાં પ્રજાજનોનો સાથ રહ્યો છે, એટલે જ તમામ લોકોને થાય છે કે ગુજરાત મેં બનાવ્યું છે. સૌ સંતોના ચરણમાં વંદન કરી આશીર્વાદ લઉ છું.

રેલીમાં હાજરી આપવા આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમતિ શાહે કહ્યું, 1990 થી ભાજપે ગુજરાતમાં ચૂંટણી જીતવાનો વિક્રમ નોંધાવ્યો છે. આપણે ગુજરાતની જનતા સામે હાથ ફેલાવ્યાં અને તેમણે કમળને આશીર્વાદ આપ્યાં. 1990 થી આજ સુધી એક પણ ચૂંટણી ભાજપનો પરાજય નથી થયો, 2022 માં પણ બધા રેકોર્ડ તૂટી જવાના છે.

હવે ચૂંટણીમાં આતંકવાદ અને પાકિસ્તાન જેવા મુદ્દાઓ શરૂ થયા છે. શાહે કહ્યું કે હવે કાશ્મીર આપણું છે, અમારી સરકારે ધારા 370 હટાવી દીધી છે, અમે સર્જીકલ સ્ટ્રાઇક કરીને આતંકીઓનો સફાયો કર્યો છે. કોંગ્રેસીયાઓ નવા કપડાં પહેરીને આવી જાય છે અને અહીં બોર્ડ લગાવે છે કે અમારું કામ બોલે છે. તમે 1990 થી સત્તામાં નથી ક્યાંથી કામ કર્યાં હોય ?  ભાજપે કરેલા કામ સોનિયા ગાંધીના ફોટા સાથે લગાવી દીધા. જો કે જનતા બધુ જાણે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch