Wed,16 July 2025,8:19 pm
Print
header

ટ્રમ્પે મસ્કને આપી ધમકી...તમારી દુકાન બંધ કરો અને દક્ષિણ આફ્રિકા પાછા જાઓ

  • Published By Mahesh patel
  • 2025-07-01 14:57:53
  • /

વોંશિગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉદ્યોગપતિ એલોન મસ્ક વચ્ચે ફરી એકવાર શાબ્દીક યુદ્ધ શરૂ થયું છે. આ વખતે ટ્રમ્પે મસ્કને મોટી ધમકી આપી છે. ટ્રમ્પ અને મસ્ક વચ્ચે એવા સમયે તુ તુ મેં મેં શરૂ થયું છે જ્યારે સેનેટમાં One Big, Beautiful Bill પર મતદાન થઈ રહ્યું છે. એલોન મસ્કે ફરી એકવાર બિલ વિરુદ્ધ નિવેદન આપ્યું છે, જ્યારે ટ્રમ્પે હવે મસ્ક વિશે કંઈક મોટું કહ્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું ?

ટ્રમ્પે કહ્યું કે મસ્કને ખબર હતી કે હું ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપતી નીતિઓનો વિરોધ કરું છું. દરેકને ઇલેક્ટ્રિક કાર ખરીદવા માટે દબાણ કરી શકાતું નથી. માનવ ઇતિહાસમાં મસ્કને કદાચ સૌથી વધુ સબસિડી મળશે, પરંતુ સબસિડી વિના તેમણે કદાચ પોતાની દુકાન બંધ કરીને દક્ષિણ આફ્રિકા પાછા જવું પડશે. આટલા બધા રોકેટ લોન્ચર, ઉપગ્રહો કે ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન ન થયું હોત અને આપણે ઘણા ડોલર બચાવી શકીએ તેમ છીએ.

એલોન મસ્કે શું કહ્યું ?

ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન એલોન મસ્કની તે પોસ્ટ પછી આવ્યું છે જેમાં મસ્કે ટ્રમ્પના One Big, Beautiful Bill ની ટીકા કરી હતી અને કહ્યું હતું કે જો આ બિલ ગૃહમાં પસાર થશે, તો તેઓ એક નવો રાજકીય પક્ષ બનાવશે.

એલોન મસ્ક વિશે જાણો

એલોન મસ્ક મૂળ દક્ષિણ આફ્રિકાના છે. તેમનો જન્મ દક્ષિણ આફ્રિકામાં થયો હતો. 1989 માં 17 વર્ષની ઉંમરે, મસ્ક દક્ષિણ આફ્રિકાથી કેનેડા ગયા હતા અને બાદમાં કેનેડાથી અમેરિકા ગયા હતા. તેમણે અમેરિકામાં પોતાનો વ્યવસાય ઘણો વિસ્તાર્યો છે.

ટ્રમ્પ અને મસ્કના બદલાતા સંબંધો

થોડા સમય પહેલા મસ્ક રાષ્ટ્રપતિ ટ્રમ્પના મજબૂત સમર્થક હતા. જો કે, બંને વચ્ચેના સંબંધો હવે પહેલા જેવા નથી રહ્યાં.

થોડા સમય પહેલા વિવાદ વધ્યો ત્યારે મસ્કે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યારથી એલોન મસ્ક અને ટ્રમ્પ વચ્ચે અણબનાવ ચાલી રહ્યાં છે. મસ્કે તો એમ પણ કહ્યું હતું કે તેમની મદદ વિના ટ્રમ્પ રાષ્ટ્રપતિની ચૂંટણી હારી ગયા હોત. જો કે, થોડા દિવસો પછી, મસ્કે પણ પોતાના નિવેદન પર દિલગીરી વ્યક્ત કરી હતી. પરંતુ હવે આ બંને આમને સામને છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch