Fri,19 April 2024,8:28 am
Print
header

વિદ્યાર્થીઓને લઇને મોટો નિર્ણય, કોરોનાના કેસ ઘટતા રૂપાણી સરકારે રાજ્યમાં સ્કૂલો ખોલવાને લઇને લીધો મહત્વપૂર્ણ નિર્ણય

ગાંધીનગરઃ કોરોનાના કેસ ઘટતા રૂપાણી સરકારે સ્કૂલો ખોલવાને લઇને મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો.રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગો આગામી 26 જુલાઈ 2021 એટલે કે સોમવારથી શરૂ થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર-કમિટીએ આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો.

રૂપાણી સરકારે નિર્ણય લીધો હતો કે 50 ટકા કેપેસિટી સાથે વર્ગો શરૂ કરી શકાશે.સ્કૂલોમાં વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રહેશે. શાળામાં વર્ગખંડમાં પ્રત્યક્ષ શિક્ષણ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનો સંમતિપત્રક રજૂ કરવાનું રહેશે. સાથે સાથે ઓનલાઈન શિક્ષણ  યથાવત રહેશે. મળતી જાણકારી અનુસાર રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગોનું તારીખ 26 જુલાઈ 2021- સોમવારથી ફિઝિકલ-ભૌતિક શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવશે. વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 

કોર કમિટીની આ બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ અને ઉત્તરોત્તર ઘટતા જતા કોવિડ કેસોની સંખ્યાને ધ્યાનમાં લઈ શાળા વર્ગો વગેરે રાબેતા મુજબ પૂર્વવત કરવા અંગે વિસ્તૃત સમીક્ષા અને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. નોંધનીય છે કે, શાળા-સંચાલકોએ DEOને આવેદનપત્ર આપીને ચીમકી આપી હતી કે, સરકાર આ અંગે કોઇ નિર્ણય નહીં લે તો સંચાલકો જાતે જ શાળા શરૂ કરી દેશે. જેને પગલે આજે સરકારની કેબિનેટ બેઠકમાં શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવે એવી શક્યતા વધી ગઇ હતી. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch