Fri,19 April 2024,9:36 pm
Print
header

ગુજરાતમાં ધોરણ 6 થી 8 ના વર્ગો ઓફલાઈન થયા શરૂ, સ્કૂલમાં આવીને વિદ્યાર્થીઓ થયા રોમાંચિત

ફાઇલ ફોટો 

અમદાવાદઃ કોરોનાકાળના કારણે ગત વર્ષે લાદવામાં આવેલા લોકડાઉનથી શૈક્ષણિક કાર્ય ઠપ્પ થઈ ગયું હતું અને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યાં હતા. દોઢ વર્ષ બાદ કોરોનાનો કહેર ઓછો છતાં રાજ્યમાં આજથી ધો. 6 થી 8ના વર્ગોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થયું છે. એટલે કે આજથી વિદ્યાર્થીઓને પણ સ્કૂલે આવવા લાગ્યા છે. આટલા દિવસો બાદ સ્કૂલે આવતાં જ વિદ્યાર્થીઓ રોમાંચિત થયા હતા.

સરકારે જાહેર કરેલી ગાઈડલાઈન મુજબ સ્કૂલોમાં રમત ગમત, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સમૂહ પ્રાર્થના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ સુધરતાં સરકારે 15 જુલાઈથી તબક્કાવાર શિક્ષણકાર્ય અનલોક કર્યુ છે, તે અંતર્ગત ધો.12ના વર્ગો ઓફલાઈન શરૂ કર્યાં બાદ ધો. 9 થી 11ના ક્લાસ પણ શરૂ કર્યા હતા. જે બાદ આજથી ધો. 6 થી 8ના વર્ગો શરૂ કરાયા છે. SOP મુજબ વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રહેશે અને ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રહેશે. વાલીઓની લેખિત સંમતિ બાદ જ વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવવાના રહેશે. ઉપરાત સ્કૂલ કેમ્પસમાં બાળકોની ભીડ ન થાય તે પણ ધ્યાનમાં રાખવું પડશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch