Thu,25 April 2024,7:30 pm
Print
header

કેરેબિયન ક્રિકેટર ક્રિસ ગેઇલે COVID-19 રસીને લઈને ભારત સરકારનો માન્યો આભાર

જમૈકાઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાલ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ભારતે આ દરમિયાન કોરોનાને નાથવા રસીકરણ અભિયાન શરૂ કરી દીધું છે દેશમાં લાખો લોકોને રસી આપવામાં આવી રહી છે ભારતે ન માત્ર પોતાના માટે રસી બનાવી છે પરંતુ અન્ય જરૂરિયાતમંદ દેશોને પણ રસી મોકલી રહ્યું છે.

અત્યાર સુધીમાં ભારત અનેક દેશોમાં કોરોના રસી પહોંચાડી ચુક્યું છે. ભારતે મોકલેલી રસી વેસ્ટ ઈન્ડિઝ પણ પહોંચી છે. જેને લઈ ક્રિકેટ વિશ્વના દિગ્ગજ કેરેબિયન બેટ્સમેન ક્રિસ ગેઇલે ભારત સરકારનો આભાર માન્યો છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે, જમૈકાને કોવિડ-19 રસી મોકલવા માટે જમૈકાના ક્રિકેટર ક્રિસ ગેઇલે ભારતનો આભાર માન્યો છે. તેણે એક વીડિયો સંદેશમાં કહ્યું જમૈકાને રસી મોકલવા માટે હું પીએમ મોદી, ભારત સરકાર અને ભારતવાસીઓનો આભાર માનું છું.ક્રિસ ગેઇલે 103 ટેસ્ટમાં 15 સદી અને 37 અડધી સદી સાથે 7214 રન બનાવ્યાં છે. જ્યારે 301 વન ડેમાં 25 સદી અને 54 અડધી સદી સાથે 10,480 બનાવ્યા છે. 61 ટી-20 ઈન્ટરનેશલમાં તેણે 140.8ના સ્ટ્રાઇક રેટથી 1656 રન બનાવ્યાં છે. ટેસ્ટ, વન ડે અને ટી-20માં તેનો સર્વોચ્ચ સ્કોર અનુક્રમે 333 રન, 217 રન અને 117 રન છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch