સુરેન્દ્રનગરઃ ચોટીલા તાલુકાના નાની મોલડી નજીક કેમિકલ ચોરીના એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં કુલ રી. 45.98 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ સપાટા બાદ સ્થાનિક પોલીસ તંત્રમાં વ્યાપક ફેરફારો કરવામાં આવ્યાં છે, જેમાં ચોટીલાના PI અને PSI સહિત ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવાતાં ફફડાટ વ્યાપી ગયો હતો.
SMC ની ટીમને નાની મોલડી ગામ નજીક આવેલી પવનપુત્ર રાજસ્થાની હોટલના કમ્પાઉન્ડમાં ગેરકાયદેસર કેમિકલની પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે દરોડો પાડીને પોલીસે 8330 કિલોગ્રામ કેમિકલ સહિતનો મુદ્દામાલ કબજે લીધો હતો.
પોલીસે સ્થળ પરથી ચુનીલાલ તુલસીરામ ગામેતી અને આશિષકુમાર યાદવની અટકાયત કરી હતી. પ્રાથમિક તપાસમાં આ નેટવર્ક ભુપતભાઈ પટગીર, હિતેશભાઈ બચુભાઈ સોલંકી અને ભગીરથ ખીચડ દ્વારા સંચાલિત થતું હોવાનું બહાર આવ્યું હતું.
જેને લઈ ચોટીલાના PI અને PSI સહિત 4 સસ્પેન્ડ કરાયા હતા. આ મામલે સ્થાનિક ચોટીલા પોલીસ મથકના અધિકારીઓ અને કર્મચારીઓની ગંભીર બેદરકારી સામે આવતા રેન્જ આઈજીના આદેશથી જયદીપ સોલંકી - PI, ચોટીલા, જી.એન. કુલચ્છર - PSI ચોટીલા, નરેન્દ્રસિંહ - કોન્સ્ટેબલ, દિલીપભાઈ માંજરીયા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા હતા.
SMCની રેડના પડઘા લોકલ ક્રાઈમ બ્રાન્ચ સુધી પડ્યા છે, જેમાં પણ મોટા પાયે બદલીઓ કરવામાં આવી હતી. LCBના PI જે.જે. જાડેજાની બદલી કરીને તેમના સ્થાને ભાવેશકુમાર સિંગરેખિયાને જવાબદારી સોંપાઈ હતી. LCBના PSI જાવેદખાન પઠાણની સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ હતી. આ ઉપરાંત હેડ કોન્સ્ટેબલ અસ્લમ મલેક, પ્રવીણ કોલા, યશપાલસિંહ અને અજયસિંહ સહિતના LCB કર્મચારીઓને પણ અલગ-અલગ પોલીસ મથકોમાં વિખેરી નાખવામાં આવ્યા હતા.
જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરનારા બે ઝડપાયા | 2026-07-14 18:41:23
પૂર્વ અંડર સેક્રેટરી RVS મણિનો દાવો, ભારત પ્રવાસે આવતી વખતે પાકિસ્તાની ક્રિકેટરો અને ડેલિગેશન લાવતા હતા ડ્રગ્સનો જથ્થો | 2026-07-14 18:21:29
સુરતમાં દુષ્કર્મ પીડિતાનો કેસ લડતા વકીલે જ સગીરા પર દુષ્કર્મ આચર્યુ, વીડિયો ઉતારીને બ્લેકમેઈલ પણ કરી | 2026-07-14 18:05:18
Breaking News: ગુજરાત ATS નું મોટું ઓપરેશન, સિદ્ધપુરમાંથી 5 સંદિગ્ધ આતંકીઓની ધરપકડ, જૈશ-એ-મોહમ્મદ સાથેના સંબંધોની તપાસ શરૂ | 2026-07-14 12:07:21
ઈરાનનો હોર્મુઝમાં બે ટેન્કરો પર મિસાઈલ હુમલો, 1 ભારતીયનું મોત, અન્ય 8 ઘાયલ | 2026-07-14 09:13:04
વિજ્ઞાન જાથાના વિવાદથી કંટાળીને અંબાલાલ પટેલે કહ્યું હવે હવામાનની આગાહી નહીં કરું, બીજા દિવસે નિર્ણય બદલી નાખ્યો | 2026-07-13 16:54:43
Fact Check: શું ગુજરાતમાં મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના નામની કોઈ સ્કીમ છે ? જાણો સરકારનો જવાબ | 2026-07-13 16:49:15
ફરી યુદ્ધ ભડક્યું: ઈરાનના બંદર અબ્બાસ અને કેશમ પર અમેરિકાના હુમલા, એક જ દિવસમાં બીજી વખત એટેક | 2026-07-13 17:04:50