Fri,19 April 2024,8:43 pm
Print
header

વુહાન લેબમાંથી કોરોના વાયરસ ફેલાવા મુદ્દે ચીનના વૈજ્ઞાનિકે શું કરી સ્પષ્ટતા ?

(તસવીર સૌજન્યઃ એએફપી ટ્વીટર)

વુહાનઃ કોરોના વાયરસ માટે ચીનને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે. અમેરિકા સહિત દુનિયા આખી આજે ચીન પર કાર્યવાહીની માંગ કરી રહી છે.દરમિયાન ચીનની વુહાન લેબનો એક વીડિયો સામે આવ્યો છે જેને જોઇને તમામ લોકો ચોંકી ઉઠ્યા છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે કેવી રીતે ચીન જીવતા ચામાચીડિયાને કેદ કરીને રાખે છે  મોટાભાગના દેશો અને નિષ્ણાંતોનું માનવું છે કે આ વાયરસ ચીનની વુહાન લેબમાં બનાવાયો હતો ત્યાંથી જ આખી દુનિયામાં ફેલાયો અન કરોડો લોકો સંક્રમિત થયા લાખો લોકોના તેનાથી મોત થઇ ગયા છે.

આ વીડિયો સામે આવ્યાં પછી ચીનની વુહાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીએ સ્પષ્ટતા કરી છે. ન્યૂઝ એજન્સી એએફપીના ટ્વીટ મુજબ, ડો. શી ઝેંગીએ કહ્યું કે, કોરોના મહામારી માટે જવાબાદાર વાયરસ વુહાનની લેબમાંથી લીક થયો નથી. તેમની સંસ્થા આરોગ્ય દુર્ઘટના માટે જવાબદાર હોવાનો દાવો તેમણે ફગાવી દીધો છે.

વીડિયોમાં વૈજ્ઞાનિકો ચામાચીડિયાને કીડા ખવડાવતા હતા જેમાં વૈજ્ઞાનિકોના ઇન્ટરવ્યૂં પણ છે આ લેબના નિર્માણને કેન્દ્રિત કરતા બનાવાયો છે. આ અગાઉ ડબલ્યૂએચઓના રિપોર્ટમાં એવો કોઇ ઉલ્લેખ ન હતો કે લેબમાં ચામાચીડિયા રાખવામાં આવે છે તેમાં ફક્ત પશુઓ રાખવાનો ઉલ્લેખ હતો તાજેતરમાં જ અમેરિકાની અનેક જાસૂસી રિપોર્ટમાં પણ દાવો કરવામાં આવ્યો હતો કે મહામારીની શરૂઆત અગાઉથી આ લેબમાં ત્રણ લોકો કોવિડ જેવા લક્ષણો સાથે બીમાર પડ્યા હતા અન્ય રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીને બાયો હથિયાર તરીકે કોરોના વાયરસ બનાવ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch