Thu,18 April 2024,8:00 am
Print
header

અટકી નથી રહ્યા ચીનના વિસ્તારવાદી પગલાં, ડ્રેગને નેપાળની જમીન પર બનાવી દીધી 9 બિલ્ડિંગ

નવી દિલ્હીઃ ચીનની વિસ્તારવાદી નીતિ નેપાળમાં બેરોકટોક ચાલુ છે. ભારતની સાથે સરહદ વિવાદમાં અટવાયેલું ચીન ઠંડીની ઋતુ અને નેપાળના સૈનિકોની ગેરહાજરીનો ફાયદો ઉઠાવી નેપાળની જમીન પર ધીમે-ધીમે કબજો જમાવી રહ્યું છે. 

આ વખતે કિસ્સો નેપાળના હુમ્લા જિલ્લાનો છે. જિલ્લાના નામ્ખા ગામમાં ચીને ગુપચુપ રીતે બિલ્ડીંગોનું નિર્માણ કરી નાંખ્યુ છે. ચીને એક બે નહીં પરંતુ પુરા 9 મોટા મોટા મકાનો બનાવી દીધા છે. ચીનની દાદાગીરી આટલે સુધી જ નથી અટકી. જે જગ્યાએ તેણે ભવનોનું નિર્માણ કર્યું છે, તેની આસપાસ પણ નેપાળના નાગરિકોનો પ્રવેશ નિષેધ કરી દીધો છે. 

આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે તે ગ્રામપંચાયતના અધ્યક્ષ વિષ્ણુ બહાદુર લામા સરહદી ક્ષેત્રમાં ફરવા આવ્યા હતા. તેમણે કહ્યું કે ગામના લાપ્ચા ક્ષેત્રમાં ચીનની સેનાએ એક સાથે 9 ઇમારતોનું નિર્માણ કાર્ય લગભગ પૂર્ણ કરી લીધું છે. 

કેવી રીતે થયો ખુલાસો

પોતાના ગામની પાલિકાની અંદર સરહદી ક્ષેત્રમાં આ ભવનોનું નિર્માણ કેવી રીતે અને કોણે કર્યું ? આ વાતની જાણકારી ગ્રામપંચાયતના અધ્યક્ષ વિષ્ણુ બહાદુર લામાને થઇ અને તેઓ ત્યાં પહોંચ્યા તો તેમને રોકવામાં આવ્યા. લામાએ કહ્યું કે મારા વારંવાર પૂછવા પર ત્યાં ભવનું નિર્માણ કરી રહેલા ચીની સૈનિકો પોતાનો સામાન લઇને ચીનની સીમામાં જતા રહ્યા. લામાએ કહ્યું કે ચીની સૈનિકોએ નેપાળના એક કિલોમીટર વિસ્તારમાં આ મકાનો બનાવ્યા છે. જ્યાં નેપાળી નાગરિકો, સ્થાનિક લોકોને પોતાની જમીન પર જવાનો પણ અધિકાર નથી. 

આ અંગે નેપાળનું ગૃહ મંત્રાલય કે વિદેશ વિભાગ કોઇ પ્રતિક્રિયા નથી આપી રહ્યું. આ બધા જિલ્લાના CDO ચિરંજીવીના રિપોર્ટની રાહ જોઇ રહ્યા છે. મહત્વનું છે કે બે મહિના પહેલા પણ ચીન દ્ધારા નેપાળના ગોરખા જિલ્લાના રૂઇ ગામને પોતાના કબજામાં લેવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ ત્યાર પછી નેપાળની સંસદમાં હંગામો થયો હતો અને નેપાળે પોતાની જમીન પર કબજાનો ઇન્કાર કર્યો હતો. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch