Thu,25 April 2024,11:29 pm
Print
header

ગ્લોબલ ટાઇમ્સની ધમકી, અમેરિકા સાથે દોસ્તી કરી તો આ દેશના રાષ્ટ્રપતિને સાફ કરી નાંખીશું

તાઇપેઃ અમેરિકાના વિદેશ વિભાગના વરિષ્ઠ અધિકારી કીથ ક્રાચની તાઇવાન યાત્રાથી ભડકેલા ચીનના સરકારી મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સે તાઇવાનના રાષ્ટ્રપતિ ત્સાઇ ઇંગવેનને જાનથી મારી નાંખવાની ધમકી આપી દીધી છે.ગ્લોબલ ટાઇમ્સે કહ્યું છે કે તાઇવાનના નેતા ત્સાઇ અમેરિકાના વિદેશ મંત્રાલયના અધિકારીઓની સાથે ડિનર કરીને આગ સાથે રમત રમી રહી છે. ચીન સરકારના ચાપલૂસ ન્યૂઝ પેપરે કહ્યું કે જો ત્સાઇ વેનના કોઇ પગલાથી ચીનના કાયદાનું ઉલ્લંઘન થયું તો યુદ્ધ શરૂ થઇ જશે અને તાઇવાની નેતાનો સફાયો કરી દેવામાં આવશે. 

આ અગાઉ એક કાર્યક્રમમાં સામેલ થવા માટે ક્રાચ 17 સપ્ટેન્બરના રોજ તાઇવાન પહોંચ્યા હતા. તેમણે 18 સપ્ટેમ્બરે તાઇવાનના રાષ્ટ્રપતિ ત્સાઇ વેન સાથે ડિનર કર્યું હતું. અમેરિકાના વિદેશ મંત્રાલયના કોઇ અધિકારીની આ શીર્ષ સ્તરની યાત્રા હતી. આ અગાઉ અમેરિકાના સ્વાસ્થ્ય મંત્રી એલેક્સ અજાર પણ તાઇવાન ગયા હતા. ત્સાઇ વેન અને ક્રાચની સાથે ડિનર કરવા પર ચીની અખબાર ભડકી ગયું હતું. 

આગ સાથે રમત ન રમે

ગ્લોબલ ટાઇમ્સે ધમકી આપી કે તાઇવાની નેતા અમેરિકાની સાથે સંબંધો મજબૂત કરીને આગ સાથે રમત રમી રહી છે. ગ્લોબલ ટાઇમ્સે આવી ધમકી એવા સમયે આપી છે જ્યારે ચીની ફાઇટર જેટ તાઇવાન એરસ્પેસમાં ઘૂસ્યા હતા. શનિવારે સતત ત્રીજા દિવસે ચીને તાઇવાનના એરસ્પેસમાં પોતાના 19 વિમાનોને મોકલ્યા હતા.ચીનની ઉશ્કેરણીજનક કાર્યવાહી સમયે અમેરિકાના ઉપ વિદેશ મંત્રી કિથ ક્રાચ તાઇવાનને લોકતંત્રમાં ફેરવનારા પૂર્વ રાષ્ટ્રપતિ લી તેંગ હુઇને શ્રદ્ધાંજલિ આપી રહ્યા હતા. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch