વૉશિંગ્ટનઃ અમેરિકી સંસદ કોંગ્રેસની એક ટોચની સમિતિએ પોતાના વાર્ષિક રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે ચીન સરકારે ચાલુ વર્ષે ગલવાન ખીણમાં ભારત સામે હિંસાનું કાવતરું ઘડ્યું હતું. આ હુમલાનો હેતુ ચીનનો તેના પડોશી દેશો સાથે જોર જબરદસ્તી અભિયાનને ઝડપી બનાવવાનો હતો. ગલવાન ખીણમાં ચીનના સૈનિકોએ રાતના અંધારામાં ભારતીય સૈનિકો પર કાયરતા પૂર્વક હુમલો કર્યો હતો જેમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા.
અમેરિકાએ ચીન આર્થિક અને સુરક્ષા સમીક્ષા આયોગે (USCC) પોતાના તાજેતરના રિપોર્ટમાં કહ્યું, કેટલાક સાક્ષીઓ બતાવે છે કે ચીન સરકારે આ કાવતરાને અંજામ આપ્યો હતો.તેમાં સૈનિકોના હત્યાની સંભાવના પણ સામેલ છે.USCCની સ્થાપના વર્ષ 2000માં થઇ હતી જે અમેરિકા અને ચીન વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા અને વેપારના મુદ્દા પર કામ કરે છે.આ અમેરિકી કોંગ્રેસને ચીનની સામે કાયદાકીય અને વહીવટી કાર્યવાહીની પણ ભલામણ કરે છે.
'ચીનના સંરક્ષણ મંત્રીએ જવાનોને યુદ્ધ માટે ઉત્સાહિત કર્યા હતા'
રિપોર્ટમાં કહેવાયું છે કે ચીન સરકારે વાસ્તવિક નિયંત્રણ રેખા પર ઉશ્કેરણીજનક પગલા કેમ ભર્યા તે પાછળનું કારણ હજુ સુધી સમજાયુ નથી.જો કે ચીનના આ પગલા પાછળનું સંભવિત કારણ ભારત દ્ધારા સીમા વિસ્તારોમાં રણનીતિક રસ્તા બનાવવાનું છે. રિપોર્ટમાં કહેવાયું છે કે ગલવાન હિંસાથી કેટલાક સપ્તાહ પહેલા જ ચીનના સંરક્ષણ પ્રધાન વેઇએ પોતાના જવાનોને સ્થિરતા લાવવા માટે યુદ્ધ કરવા માટે ઉત્સાહિત કર્યા હતા.
એટલું જ નહીં, ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના ભોંપૂ ગ્લોબલ ટાઇમ્સે પણ ભારતને ચેતવણી આપી હતી. જેમાં ચીની સમાચારપત્રએ કહ્યું હતું કે જો ભારત અમેરિકા ચીન વચ્ચેની પ્રતિસ્પર્ધામાં સામેલ થશે તો તેને વેપાર અને આર્થિક મોરચે જોરદાર જવાબ મળશે. આ ઉપરાંત, ગલવાન હિંસાના કેટલાક સપ્તાહ પહેલા જ સેટેલાઇટથી પ્રાપ્ત તસવીરોમાં જોવા મળ્યું હતું કે ચીને આ હિંસાની ઠીક પહેલા એક હજાર જવાનોને તૈનાત કર્યા હતા.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44