Thu,25 April 2024,11:21 am
Print
header

શું ચીન ભારત સામે મોટું ષડયંત્ર કરી રહ્યું છે ? લદ્દાખ સરહદે ચીનની ગતિવિધીઓ વધી

પ્રતિકાત્મક ફોટો

દુનિયાને કોરોનાની મહામારીમાં ફસાવનારું ચીન હવે ભારત સામે કોઇ મોટું ષડયંત્ર કરી રહ્યું છે, લદ્દાખ સરહદ પર થોડા દિવસો પહેલા ભારત અને ચીનના સૈનિકો વચ્ચે મારામારી થઇ હતી, તેમાં બંને દેશના સૈનિકોને ઇજાઓ થઇ હતી, બાદમાં મામલો ઠંડો થઇ ગયો હતો, પરંતુ ત્યાર બાદ ચીની હેલિકોપ્ટરો સરહદ વિસ્તારમાં ફરતા જોવા મળી રહ્યાં છે, ચીને અહી સૈનિકોની સંખ્યાં પણ વધારી દીધી છે. ચીની સેના દ્વારા સૈન્ય અભ્યાસ કરાઇ રહ્યો છે, ચીન આર્મી, નેવી અને એરફોર્સને મજબૂત કરી રહ્યું છે. સાથે જ લદ્દાખ સરહદ પર યુદ્ધ શસ્ત્રો તૈનાત કરાયા હોવાની આશંકા પણ છે, જો કે ભારતીય સેના પણ ચીનને જડબાતોડ જવાબ આપવા તૈયાર છે.

નોંધનિય છે કે દુનિયામાં કોરોના વાઇરસનો ફેલાવો કરનાર ચીન સામે અમેરિકા સહિત દુનિયાના મોટાભાગના દેશો નારાજ છે, અમેરીકી પ્રમુખ ટ્રમ્પે ચીનને ચેતવણી પણ આપી છે, દુનિયા આજે ચીન સામે કાર્યવાહીની માંગ કરી રહ્યું છે, આ સ્થિતિમાં દુનિયાનું ધ્યાન ભટકાવવા ચીન ભારત સામે ગમે તે ષડયંત્ર કરીને યુદ્ધની સ્થિતી પણ પેદા કરી શકે છે.

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch