Fri,30 September 2022,2:39 pm
Print
header

ચીનની ગગનચુંબી ઈમારતમાં લાગી ભયંકર આગ, વર્ષ 2000 માં બાંધવામાં આવી હતી આ બિલ્ડીંગ- Gujarat Post

વર્ષ 2000માં બની હતી આ બિલ્ડીંગ

તે સમયે 218 મીટરની ઉંચાઈ સાથે ચાંગશા શહેરની સૌથી ઊંચી ઈમારત હતી

બિલ્ડિંગમાં કુલ 42 માળ છે, બે માળ અંડરગ્રાઉન્ડ છે

ચાંગશાઃ ચીનના દક્ષિણ પ્રાંત હુનાનની રાજધાની ચાંગશા શહેરમાં ચાઈના ટેલિકોમ ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી છે. ચારે તરફ આકાશમાં ધુમાડાના ગોટેગોટા છે. જમીન પર અરાજકતાનો માહોલ છે. આ ઘટનામાં કેટલા લોકો ઘાયલ થયા છે, કેટલા લોકો ઈમારતમાં ફસાયેલા છે, તેની કોઈ માહિતી સામે આવી નથી.

42 માળની ઈમારતમાં ભીષણ આગ

આ બિલ્ડીંગમાં સાંજે 4.30 કલાકે આગ લાગી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે બહુમાળી ઈમારતના અનેક માળ તેની લપેટમાં આવી ગયા.ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ છે, બિલ્ડિંગમાં કેટલા લોકો ફસાયા છે, કેટલાને બહાર કાઢવામાં આવ્યાં છે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી.

આગ કયા કારણોસર લાગી તે સ્પષ્ટ નથી, શોર્ટ સર્કિટ હતી કે પછી કોઈની બેદરકારી હતી, અધિકારીઓ દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. હાલ ઘટના સ્થળે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. આગને કાબૂમાં લેવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. 36 ફાયરની ટીમો ઘટના સ્થળે હાજર છે.હાલની આગમાં કરોડો ડોલરનું નુકસાન થયાના અહેવાલ છે.

218 મીટર ઊંચી ઇમારત, વર્ષ 2000 માં બાંધવામાં આવી હતી

જે ઈમારતમાં આગ લાગી છે, તે વર્ષ 2000માં બની હતી. તે સમયે તે 218 મીટરની ઉંચાઈ સાથે ચાંગશા શહેરની સૌથી ઊંચી ઈમારત હતી. આ બિલ્ડિંગમાં કુલ 42 માળ છે, બે માળ અંડરગ્રાઉન્ડ પણ છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch