Thu,25 April 2024,6:13 pm
Print
header

વિસ્તારવાદી ચીનની નફ્ફટાઈથી આગામી દિવસોમાં ભારતમાં મોંઘી થશે દવાઓ

નવી દિલ્હીઃ લદ્દાખમાં ચીની સેના સાથેની અથડામણ બાદ ભારત ચીનને સબક શીખવાડવા આત્મનિર્ભર બનવાની દિશામાં ઝડપથી પગલાંઓ ભરી રહ્યું છે. પણ ચીન સાથેની આપણી નિર્ભરતા રાતોરાત ઘટી નહીં જાય. અને એ જ કારણ છે કે, ચીન અવારનવાર આ વાતનો ફાયદો ઉઠાવતું રહ્યું છે. ભારત ખુબ જ મોટા પાયે દવાઓનું ઉત્પાદન કરે છે, પણ તેના માટે જરૂરી રો મટિરિયલ API (Active Pharmaceutical Ingredients) અને KSM (Key Starting Materials)ની આયાત ચીનથી કરવામાં આવે છે.

ચીને આ કી સ્ટાર્ટિંગ મટિરિયલની કિંમતમાં 10-20 ટકાનો વધારો કર્યો છે. જેની સીધી અસર ભારતમાં દવાની કિંમતો પર જોવા મળી શકે છે. આગામી એક કે બે મહિનાની અંદર જ્યારે KSMની નવો જથ્થો આવશે ત્યારે તેની કિંમત વધારે હશે, જેના કારણે મેન્યુફેક્ચરિંગ કોસ્ટ વધી જશે અને દવાની કિંમત પણ વધારવી પડશે. ઉદ્યોગ જગતનું કહેવું છે કે આ પ્રકારની હરકતો દ્વારા ચીનનો ઉદ્દેશ આત્મનિર્ભર ભારત અભિયાનને ધક્કો પહોંચાડવાનું છે.

ભારત APIનો મોટાપાયે ઈમ્પોર્ટ કરે છે. APIને બેઝિક ફાર્મ ઈન્ગ્રેડિયન્ટ કહેવાય છે. તેની મદદથી દવા તૈયાર થાય છે. એપીઆઈ ની કિંમત હાલ પ્રી કોવિડ લેવલ પર પહોંચી ચૂકી છે. ભારત જરૂરિયાતનો 70-80 ટકા માલ ચીનથી ઈમ્પોર્ટ કરે છે. KSMની મદદથી ભારતીય કંપનીઓ એન્ટીબોડી મેડિસિન તૈયાર કરે છે. તેની કિંમતમાં વધારો કરવાને કારણે દવાની કિંમતોમાં પણ ઉછાળો આવશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch