નવી દિલ્હી: ચીને એક રસ્તો બનાવવાનો નિર્ણય લીધો છે જે 800 કિલોમીટરના કારાકોરમ હાઇવેને પાકિસ્તાનના કબ્જા હેઠળ આવેલા ગિલગિટ-બાલ્ટિસ્તાનના (Gilgit-Baltistan) એસ્ટર સાથે જોડશે. આ પગલાથી બેઇજિંગ અને ઇસ્લામાબાદ લદ્દાખ પર દબાણ વધારવાની યોજના બનાવી રહ્યાં છે.
માર્ગ નિર્માણ એટલે ભારત માટે જોખમ
ચીન એક પૂર્વ બૌદ્ધ ફોન્ટ યાર્કંદ (Yarkand) અને પછી ઉઇગુર સંસ્કૃતિના (Uyghur Culture) સાંસ્કૃતિક હૃદયને કારાકોરમ હાઇવે પર એસ્ટર સાથે જોડવા માંગે છે. એકવાર 33 મીટર પહોળો રસ્તો બન્યાં પછી ચીન ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ભારે તોપખાના ખસેડવામાં સક્ષમ બનશે.જે લદ્દાખમાં આગળના સ્થળોએ ભારતીય સેના માટે જોખમ ઉભું કરી શકે છે.
નવા રસ્તે વધશે પાકિસ્તાન-ચીનની ક્ષમતા
એસ્ટર જીલ્લો સ્કાર્ડુની પશ્ચિમમાં છે. જે પાકિસ્તાનનો (Pakistan) એક વિભાગ મુખ્ય મથક છે જ્યાંથી લદ્દાખ નજીક જ છે.અહીંના ઘણા સ્થળોએ લાંબા સમયથી ચીન અને ભારત વચ્ચે મડાગાંઠ ચાલી રહી છે. એસ્ટરનું મુખ્ય મથક ઇદગાહ ખાતે છે તે ગિલગિટ-બાલ્તિસ્તાનના 14 જિલ્લાઓમાંથી એક છે. એક લો ક્વોલિટીવાળો રસ્તો હાલમાં ઇદગાહને કારાકોરમ હાઇવેથી જોડે છે, જે 43 કિલોમીટર દૂર છે. નવા રસ્તાના નિર્માણથી ચીન અને પાકિસ્તાન કાશ્મીર મુદ્દે ભારત સામે બે મોરચા યુદ્ધ કરી શકે છે.
ચીનના આ પગલા સામે ભારત હિમાલયમાં જ નહીં, પરંતુ ઇન્ડો-પેસિફિકના પાણીમાં પણ જવાબી કાર્યવાહીની તૈયારી કરી રહ્યું છે. જાપાન અને યુએસ સાથે ભાગીદારીમાં ભારતે ચીનનો સામનો કરવા માટે મહત્ત્વપૂર્ણ લક્ષ્યો પાર કર્યાં છે, જ્યાં તે અંદમાન-નિકોબાર આઇલેન્ડ્સ સમૂબ (ANI) માંથી પસાર થતા ચીની વ્યાપારી જહાજો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી સૌથી મહત્વપૂર્ણ શિપિંગ લેન છે. વ્યૂહાત્મક રીતે ભારત પણ પોતાની પક્કડ મજબૂત કરી રહ્યું છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44