નવી દિલ્હીઃ ભારત, તાઇવાન અને અમેરિકા સાથે ચીનનો વિવાદ ચાલી રહ્યો છે. આ તણાવની વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ધમકી આપી દીધી છે. જિનપિંગ એ કહ્યું કે જો ચીનના સુરક્ષા હિતો અને સંપ્રભુતાને નુકસાન પહોંચાડયું છે અથવા તો ચીની ક્ષેત્રને જબરદસ્તી તોડવાની કોશિશ કરી છે તો અમે શાંતિથી બેસીશું નહીં. અમે દુશ્મનોને જડબાતોડ જવાબ આપવા તૈયાર છીએ, કોઇ પણ સંજોગોનો સામનો કરવા સામે ચીન તૈયાર છે.
રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે ચીન ન તો આધિપત્ય સ્થાપિત કરવાનો પ્રયાસ કરશે ન તો વિસ્તારવાદને પ્રોત્સાહિત કરશે. પરંતુ હાલમાં તાઇવાન મામલે ચીને અમેરિકા અને ભારતને પોતાના દુશ્મનો માને છે.
ચીની રાષ્ટ્રપતિએ કહ્યું કે જો યુદ્ધની સ્થિતી ઉભી થશે તો ચીન જડબાતોડ જવાબ આપશે. કોઇ પણ અતિક્રમણનો જવાબ આપવામાં આવશે. ચીનના રાષ્ટ્રપતિનું આ નિવેદન એવા સમય પર આવ્યું છે જ્યારે ભારત અને અમેરિકાની સાથે તેનો તણાવ ચરમસીમા પર છે. ચીનની દાદાગીરીથી બચવા માટે અમેરિકા સતત તાઇવાનને અત્યાધુનિક હથિયારો આપી રહ્યું છે. અમેરિકાએ ગુરૂવારના રોજ પહેલી વખત ચીન સુધી માર કરનાર હથિયારોને તાઇવાનને વેચવાની મંજૂરી આપી દીધી છે. સાથે જ ભારત પણ તાઇવાનને સપોર્ટ કરી રહ્યું છે, તાઇવાન ચીનથી અલગ છે અને ચીન તેને પોતાનો હિસ્સો ગણાવી રહ્યું છે, જે મામલે હવે દુનિયાભરમાં ચીન બદનામ થઇ રહ્યું છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
રશિયા પર આતંકી હુમલોઃ શૌચાલયમાંથી મળ્યાં 28 મૃતદેહો, રશિયામાં રાષ્ટ્રીય શોક જાહેર- Gujarat Post | 2024-03-24 12:56:01
6.9 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, પાપુઆ ન્યુ ગિનીમાં તીવ્ર ભૂકંપથી ધરા ધ્રૂજી ઉઠી | 2024-03-24 08:39:33