Sat,20 April 2024,1:38 am
Print
header

લદ્દાખમાં રાફેલ અને મિરાજની ગર્જનાથી ચીનના ટાંટીયા ધ્રૂજ્યા, તિબેટમાં વગાડી ચેતવણીની સાયરન

નવી દિલ્હીઃ લદ્દાખમાં રાફેલ ફાઇટર જેટની ગર્જનાથી ગભરાયેલું ચીન હવે તિબેટની રાજધાની લ્હાસામાં ભારતીય વાયુસેનાના હવાઈ હુમલાથી બચવા માટેની તૈયારીમાં લાગી ગયું છે. ચીને શનિવારના લ્હાસામાં હવાઈ હુમલાથી બચવા માટેની ડ્રિલ કરી. મૉક ડ્રિલ દરમિયાન નકલી બૉમ્બ ધમકાની અવાજ સંભળાયો અને ચારેય તરફ સાયરન ગૂંજતા રહ્યા. આ મૉક ડ્રિલ દરમિયાન લ્હાસાના લોકો પોતાના ઘરોમાં છુપાયેલા રહ્યાં.

હવાઈ હુમલાથી બચાવના સાયરન વગાડવામાં આવ્યા

એક રિપોર્ટ પ્રમાણે શનિવારના હવાઈ હુમલાથી બચાવના સાયરન લ્હાસામાં વગાડવામાં આવ્યા. આ મૉક ડ્રિલને પીપલ્સ લિબરેશન આર્મીએ શનિવારના અંજામ આપ્યો. માનવામાં આવી રહ્યું છે કે ભારતના રાફેલ ફાઇટર જેટની લદ્દાખમાં ગર્જના બાદ ચીન પોતાની યુદ્ધ તૈયારીઓમાં લાગી ગયું છે. આ પહેલા ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા ભારે તણાવની વચ્ચે ચીની સેના પીપલ્સ લિબરેશન આર્મીએ લદ્દાખની પાસે પોતાના વિસ્તારમાં રાતના હુમલો કરવાનો યુદ્ધાભ્યાસ કર્યો હતો. આ દરમિયાન ચીને તોપોથી ગોળા વરસાવ્યા તો જમીનથી હવામાં પ્રહાર કરનારી મિસાઇલોનું પણ પરીક્ષણ કર્યું.

ચીની સેનાના એર ડિફેન્સ સિસ્ટમે દુશ્મનના હવાઈ જહાજને તોડી પાડવાનો પણ અભ્યાસ કર્યો હતો. ચીનના ગ્લોબલ ટાઇમ્સે એક વીડીયો જાહેર કરીને જણાવ્યું કે તિબેટમાં સૈન્ય કમાન્ડના ચીની સૈનિકોએ રાતમાં હુમલાનો વ્યાપક અભ્યાસ કર્યો છે. આ અભ્યાસ દરિયાઈ સપાટીથી 4500 મીટરની ઊંચાઈ પર કરવામાં આવ્યો. આ દરમિયાન ચીની સેનાએ સપાટીથી હવામાં માર કરનારી મિસાઇલો, રૉકેટ અને હોવિત્ઝર તોપોનો ઉપયોગ કર્યો. ચીની એર ડિફેન્સ સિસ્ટમે ફાઇટર જેટને તોડી પાડવાનો અભ્યાસ કર્યો.

ચીને આ યુદ્ધાભ્યાસ એવા સમયે કર્યો છે, જ્યારે ભારતનું સૌથી આધુનિક ફાઇટર જેટ લદ્દાખના આકાશમાં ઉડી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાફેલ પાયલટોએ અંબાલાથી લદ્દાખ સુધી વિમાનો ઉડાવ્યા. ઉલ્લેખનીય છે કે આ એક પ્રેક્ટિસ તરીકે કરવામાં આવ્યું. આવું એ માટે કરવામાં આવી રહ્યું છે જેથી રાફેલ પાયલટ ત્યાંના હવામાન અને વાતાવરણથી પરિચિત થઈ જાય. જો ચીન કોઈ પણ પ્રકારની અવળચંડાઈ કરે અને રાફેલની જરૂર પડે તો પાયલોટ આ વાતાવરણથી પહેલાથી જ પરિચિત હોય. કેટલાક રક્ષા સૂત્રોનાએ જણાવ્યા પ્રમાણે સરહદ પર મિરાજ વિમાન પણ ઉડાન ભરતા જોવા મળ્યા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch