Wed,15 July 2026,1:20 am
Print
header

બેંગલુરુના ડેકેરમાં બાળકો પર અત્યાચાર, વોશિંગ મશીનમાં બંધ કર્યા અને મોઢા પર ટોયલેટનું પાણી નાખ્યું અને..

  • Published By Panna Patel
  • 2026-07-01 19:52:59
  • /

બેંગલુરુઃ બ્રુકફિલ્ડ વિસ્તારમાં એક આઇટી કંપનીના ક્રેચમાં બાળકો પર ક્રૂરતાનો મામલો સામે આવ્યો છે. બાળકોને વોશિંગ મશીનમાં બંધ કરીને તેમના મોંઢા પર ટોઇલેટનું પાણી રેડવામાં આવ્યું હતું. પોલીસે આ ઘટનાના સંદર્ભમાં પાંચ મહિલા કર્મચારીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે અને આ મામલાની તપાસ હાથ ધરી છે.

કર્ણાટક પોલીસના જણાવ્યાx અનુસાર, આ ડે-કેર સેન્ટર કંપનીના કર્મચારીઓના બાળકોની સંભાળ રાખવા માટે ચલાવવામાં આવે છે. આ મામલો 29 જૂને ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે બાળકોના વીડિયો વોટ્સએપ પર વાયરલ થયા ત્યાર બાદ ચાઇલ્ડ હેલ્પલાઇનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના કારણે પોલીસે તપાસ શરૂ કરી છે.

ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે ક્રેચમાં મહિલા સ્ટાફે બાળકો રડતી વખતે અથવા અવાજ કરતી વખતે તેમની સાથે ક્રૂર વર્તન કર્યું હતું. પોલીસનું કહેવું છે કે વાયરલ વીડિયોમાં નાના બાળકો રડતા દેખાય છે જ્યારે મહિલાઓ તેમને ધમકાવતી જોવા મળે છે.

કેટલાક બાળકોને ફ્રન્ટ-લોડિંગ વોશિંગ મશીનમાં બંધ કરવામાં આવ્યાં હતા. તેમને ટોઇલેટ સીટ પર બેસાડવામાં આવ્યા હતા, ટોઇલેટના જેટ સ્પ્રેનો ઉપયોગ કરીને તેમના મોંમાં પાણી છાંટવામાં આવ્યું હતું, બાથરૂમમાં બંધ કરવામાં આવ્યાં હતા અને તેમને ચૂપ રહેવાની ધમકી આપવામાં આવી હતી

ફરિયાદનેે આધારે, પોલીસે પાંચેય મહિલા કર્મચારીઓ સામે કેસ નોંધ્યો છે. તમામ આરોપી મહિલાઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અને વાયરલ વીડિયોની સત્યતા પણ ચકાસવામાં આવી રહી છે.

પોલીસ તપાસ કરી રહી છે કે આ ઘટના ક્યારે બની હતી અને શું અન્ય બાળકો સાથે પણ આવું જ દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી, કોઈ પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસ દ્રારા તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch