સુરત: શહેરના અમરોલી બ્રિજ પર માતાએ પોતાના બે મહિનાના બાળકને ત્યજી દીધું હતું અને બ્રિજ ઉપર તરછોડીને ફરાર થઇ ગઈ હતી. જો કે ત્યાંથી પસાર થતા ડિલિવરી બોયનું ધ્યાન જતા તેણે તાત્કાલિક નજીકના પોલીસ મથક સાથે 108ને જાણ કરી હતી. પરંતુ તપાસ કરતા બાળકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતુ, જેથી પોલીસે અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
સુરતના અમરોલી બ્રિજ પરથી આશરે બે મહિનાના બાળકની લાશ મળી આવતા આસપાસના લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું. રાહદારીઓએ બનાવની જાણ પોલીસને કરી હતી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બાળકની લાશને પીએમ અર્થે ખસેડી છે અને આ મામલે તપાસ શરૂ કરી છે. બાળકના મોઢા પરથી ઈજાના નિશાન મળી આવ્યાં છે જેને લઈને ચકચાર મચી જવા પામી છે. હાલ પોલીસે આ મામલે આસપાસ રહેલા લોકોની પૂછપરછ હાથ ધરી છે બાળકના માતા પિતા કોણ છે અને તેને અહી કોણ મુકી ગયું હતુ તથા તેનું મોત ક્યાં કારણોસર થયું છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
Muthoot ફાઇનાન્સના ચેરમેન એમજી જ્યોર્જ મુથૂટનું પડી જવાથી મોત, પોલીસે શરૂ કરી તપાસ
2021-03-07 10:16:28
અમેરિકામાં NRI પટેલ દંપતિ પર ફાયરિંગ, પત્નીનું મોત, મૂળ સુરતનો પરિવાર અહીં ચલાવતો હતો મોટલ
2021-03-07 09:53:17
સોલા વિસ્તારમાં વૃદ્ધ દંપતીની હત્યા કરી ભાગી છૂટેલા 4 લૂંટારુઓ દેખાયા CCTVમાં
2021-03-07 09:11:00
મોદીને સાંભળવા કોલકત્તામાં સવારથી લોકો ઉમટ્યા, મિથુન ચક્રવર્તી પણ જોડાશે ભાજપમાં
2021-03-07 08:58:42
West Bengal Election: કૉંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો વધુ વિગતો
2021-03-07 08:51:08
નિવૃત આસિસ્ટન્ટ સીટી એન્જિનિયર છેતરાયા, શેરબજારમાં ટ્રેડિંગના નામે રૂ.18 લાખની છેતરપિંડી
2021-03-06 19:41:43
ગુજરાતના દારૂના શોખીનો માટે માઠા સમાચાર, રાજસ્થાનમાં પ્રવેશતા કોરોનાનો નેગેટિવ ટેસ્ટ આપવો ફરજિયાત
2021-03-06 16:54:07
PM મોદી 12 માર્ચે આવશે અમદાવાદ, સાબરમતી આશ્રમ ખાતેથી દાંડી યાત્રાને કરાવશે પ્રસ્થાન
2021-03-06 16:50:37