Fri,26 April 2024,12:24 am
Print
header

ગુજરાતમાં ક્યારે આવશે કોરોના વાયરસની વેક્સિન ? મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહી આ વાત

ગાંધીનગર:કોરોના વાયરસ (Coronavirus) ની વેક્સિનને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે. ગુજરાતમાં ફેબ્રુઆરી 2021 સુધીમાં કોરોનાની વેક્સિન(vaccine) આવી જવાની તેમને વાત કરી છે. પરંતુ હાલમાં નિયમોનું પાલન કરવું એકમાત્ર વિકલ્પ છે. મહત્વનું છે કે, દુનિયાના અન્ય દેશોની સાથે મળીને ભારત ત્રણથી ચાર વેક્સિનના ટ્રાયલ કરી રહ્યું છે. ભારત બાયોટેક અને ICMRએ તૈયાર કરેલી કોવેક્સિનને ત્રીજા ફેઝના ટ્રાયલ માટે મંજૂરી મળી ચૂકી છે. દેશમાં એક તરફ વેક્સિન આવવાની રાહ જોવાઈ રહી છે બીજી તરફ વેક્સિન તમામ લોકો સુધી કઈ રીતે પહોંચશે તેને લઈને વ્યવસ્થાઓ શરૂ કરી દેવામા આવી છે.

પીએમ મોદી(PM Modi)ના મતે દેશના તમામ લોકોનું વેક્સિનેશન થાય તે માટે સરકાર તૈયારી કરી રહી છે. એક રિપોર્ટ મુજબ ભારતમાં વેક્સિનેશન પાછળ 50 હજાર કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. ગુજરાતમાં પણ વેક્સિનેશન પૂર્વેની તૈયારીઓ શરૂ કરવામા આવી છે. ફ્રન્ટલાઈન વર્ક્સનો ડેટાબેઝ તૈયાર કરવાની શરૂઆત કરવામાં આવી છે. વેક્સિન સ્ટોરેજ, ટ્રાન્સપોર્ટેશન સહિતની બાબતોને લઈ એક સોફ્ટવેર તૈયાર કરવામા આવી રહ્યો છે. જો કે, જ્યાં સુધી વેક્સિન ઉપલબ્ધ ના થાય ત્યાં સુધી લોકોને સાવચેત રહેવા મુખ્યમંત્રીએ અપીલ કરી છે.

ગુજરાતમાં રિકવરી રેટનું પ્રમાણ વધીને 90 ટકા થયું છે. કોરોનામાંથી દોઢ લાખ લોકો સાજા થયાં છે. કોરોનાથી થતા મૃત્યુનું પ્રમાણ ઘટી ગયું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch