Wed,22 January 2025,5:30 pm
Print
header

છત્તીસગઢઃ બીજાપુરમાં મોટો નક્સલી હુમલો, IED બ્લાસ્ટમાં 8 સૈનિકો અને 1 ડ્રાઈવર શહીદ

છત્તીસગઢઃ બીજાપુરમાં મોટો નક્સલી હુમલો થયો છે. અહીં એક મોટો IED બ્લાસ્ટ થયો હતો, જેમાં 8 સૈનિકો શહીદ થયા હતા અને 8 સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. નક્સલવાદીઓએ છટકું ગોઠવ્યું હતું, કાફલો સુરક્ષા દળ પાસેથી પસાર થયો કે તરત જ IED બ્લાસ્ટ થયો હતો, જેમાં 8 ડીઆરજી જવાન અને એક ડ્રાઈવર સામેલ છે. કુત્રુ રોડ પર IED બ્લાસ્ટથી સૈનિકોના વાહનને ઉડાવી દેવામાં આવ્યું હતું. 

આઈજી બસ્તરે જણાવ્યું કે છત્તીસગઢના બીજાપુરમાં નક્સલવાદીઓએ તેમના વાહનને આઈઈડી બ્લાસ્ટ દ્વારા ઉડાવી દીધા બાદ 8 ડીઆરજી સૈનિકો અને દંતેવાડાના એક ડ્રાઈવર સહિત 9 જવાનો શહીદ થયા છે. તેઓ દંતેવાડા, નારાયણપુર અને બીજાપુરમાં સંયુક્ત ઓપરેશનમાંથી પરત ફરી રહ્યાં હતા.

તે સમયે લગભગ 2.15 વાગ્યે બીજાપુર જિલ્લાના કુત્રુ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગામ અંબેલી નજીક માઓવાદીઓ દ્વારા સુરક્ષા દળના વાહનને ઉડાવી દેવામાં આવ્યું હતું, જેમાં 8 ડીઆરજી સૈનિકો અને એક ડ્રાઇવર શહીદ થયા હતા.

આ પહેલા શનિવારે સાંજે નારાયણપુર અને દંતેવાડા જિલ્લાની સરહદ પર દક્ષિણ અબુઝમાદના જંગલમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. એન્કાઉન્ટર બાદ રવિવારે 4 નક્સલીઓના મૃતદેહ મળી આવ્યાં હતા. ચાલુ ઓપરેશન દરમિયાન સોમવારે વધુ એક નક્સલીનો મૃતદેહ મળી આવ્યો હતો. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા નક્સલવાદીઓની સંખ્યા વધીને 5 થઈ ગઈ છે, જેમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch