Thu,25 April 2024,11:36 am
Print
header

ગુજરાતના સ્ટાર ક્રિકેટર ચેતેશ્વર પુજારાનો આજે 33મો બર્થ ડે, થઈ રહી છે અભિનંદનની વર્ષા

રાજકોટઃ ટીમ ઈન્ડિયાનો સ્ટાર ક્રિકેટર અને રાહુલ દ્રવિડ બાદ ધ વોલ 2 તરીકે ઓળખાતો રાજકોટનો ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન ચેતેશ્વર પુજારા આજે એટલે કે 25 જાન્યુઆરીએ તેનો 33મો બર્થ ડે ઉજવી રહ્યો છે. પુજારાએ તેની મક્કમ બેટિંગથી અનેક વખત ભારતીય ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી છે.તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામેની ચાર ટેસ્ટ મેચની સીરિઝ પૈકી અંતિમ ટેસ્ટમાં હરિફ ટીમના બોલરોએ તેને આઉટ કરવા બોડી લાઇન બોલિંગ કરી હતી, શરીર પર બોલ વાગવા છતાં અડીખમ ઉભો રહ્યો હતો.

પુજારાના બર્થડેને લઈ આઈસીસી અને બીસીસીઆઈએ પણ ટ્વિટ કર્યુ છે.ઉપરાંત પૂર્વ ક્રિકેટર્સ, ટીમ ઈન્ડિયાના સાથી ખેલાડીઓ સહિત ફેન્સ સોશિયલ મીડિયા પર જન્મદિવસની શુભકામના પાઠવી રહ્યાં છે. 25 જાન્યુઆરી, 1988ના રોજ રાજકોટમાં જન્મેલા પુજારાની ટેલેન્ટને તેના પિતા અરવિંદ પુજારાએ બાળપણમાં પારખી હતી અને ક્રિકેટ રમવા પ્રેરિત કર્યો હતો. પુજારાના પિતા સૌરાષ્ટ્ર માટે રણજી ટ્રોફીમાં રમી ચુક્યાં છે.

પુજારાને ક્રિકેટનું કોચિંગ પિતા પાસેથી જ મળ્યું છે. તે જ્યારે 17 વર્ષનો હતો ત્યારે માતાનું નિધન થયું હતું. શાનદાર ટેકનિકથી બેટિંગ કરતાં પૂજારાએ 2010માં ઓસ્ટ્રેલિયા સામે બેંગલુરુમાં ટેસ્ટ ડેબ્યૂં કર્યુ હતું. પુજારાએ 81 ટેસ્ટમાં 6111 રન બનાવ્યા છે. જેમાં ત્રણ બેવડી સદી પણ સામેલ છે. તેનો સર્વોચ્ચ સ્કોર 206 રન નોટઆઉટ છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch