Sat,20 April 2024,5:29 pm
Print
header

લૂંટેરી દુલ્હન અને ગેંગના 6 સભ્યો ઝડપાયા, લગ્ન વાંચ્છુક યુવકો પાસેથી નાણાં પડાવતા હતા

અમરેલી: પોલીસે લૂંટરી દુલ્હન અને તેની ગેંગના 6 સભ્યોને ઝડપી પાડ્યા છે. આ ગેંગના દલાલ દ્વારા લગ્ન કરાવી આપવાના બહાને લગ્ન વાંચ્છુક યુવકો પાસેથી નાણાં પડાવવામાં આવતા હતા. લગ્ન માટેના ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ બનાવીને નોટરી કરાવી બાંહેધરી આપીને અને ફૂલહાર લગ્ન કરાવતા હતા બાદમાં વિશ્વાસમાં લઈને થોડા દિવસ રહીને લૂંટ ચલાવીને મહિલા ભાગી જતી હતી.

આ ગેંગ ષડયંત્ર રચી લોકોને ફસાવીને નાણાં પડાવી લેવાની પ્રવૃતિઓ કરતી હતી. લાઠીના ભુરખિયા ગામના એક યુવક સાથે પણ આવી ઘટના બનતા તેણે પોલીસમાં ફરિયાદ નોંધવી હતી, જેને આધારે પોલીસે તપાસ કરી હતી.

આ ફરિયાદી પાસેથી લગ્ન કરવાને બહાને લાલચ આપી અને મહિલા સાથે મુલાકત કરાવી ડુપ્લીકેટ આધાર વડે નડિયાદ  ખાતે અને દામનગર ખાતે ડોક્યુમેન્ટ ગેંગના દલાલ અને અન્ય સભ્યો દ્વારા તૈયાર કરાવી 1 લાખ 75 હજાર જેવી રકમ પડાવી લીધી હતી. દામનગર ખાતે ફુલહાર કર્યાં હતા અને બાદમાં 2 દિવસ બાદ ઘેલા સોમનાથ ખાતે ફરવા જવાને બહાને મહિલા ત્યાંથી ભાગી ગઈ હતી. તેની પાસે રહેલા સોના ચાંદીના દાગીના પણ પડાવી લીધા હતા જો કે પોલીસે આ ગેંગનો ભાંડો ફોડીને ભાવનગર, મહુવા, નડિયાદ, દામનગર તેમજ બરોડામાંથી 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે.

જો કે હજી સુધી આરોપીઓ પાસેથી પોલીસે કોઈ મુદામાલ ઝડપી પાડ્યો નથી.દુલ્હન મનીષા નામની મહિલા પરણિત છે તેને બે સંતાનો પણ છે. મહિલાનો પતિ આ સમગ્ર નાટકમાં મહિલાનો ભાઈ બન્યો હતો. આ આખું ષડયંત્ર રચ્યું હતું.અન્ય લોકોને પણ આવી રીતે આ ગેંગ દ્વારા લગ્નની લાલચમાં શિકાર બનાવ્યાં હોવાની પોલીસને શંકા છે. જો કે પોલીસની વધુ તપાસ બાદ કેટલા લગ્ન વાચ્છુકોને ગેંગે પોતાના શિકાર બનાવ્યાં છે તે સામે આવશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch