Wed,29 November 2023,12:52 am
Print
header

ChatGPTના સંસ્થાપક સેમ ઓલ્ટમેનની OpenAIના સીઈઓ પદેથી હકાલપટ્ટી, પ્રેસિડેંટ બ્રોકમેને પણ આપ્યું રાજીનામું- Gujarat Post

ભારતીય મૂળના મીરા મુરાતી વચગાળાનાં CEO બન્યાં

વોશિંગ્ટનઃ ChatGPT- OpenAI તરફથી એક મોટા સમાચાર સામે આવ્યાં છે.કંપનીએ મુખ્ય કાર્યકારી અધિકારી સેમ ઓલ્ટમેનને પદ પરથી હટાવી દીધા છે. ઓપનએઆઈના પ્રમુખ ગ્રેગ બ્રોકમેને પણ કંપનીના આ નિર્ણયના વિરોધમાં પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.કંપનીએ એક બ્લોગમાં ખુલાસો કર્યો છે કે OpenAIના બોર્ડને હવે ઓલ્ટમેનમાં વિશ્વાસ નથી. બોર્ડને તેની નેતૃત્વ ક્ષમતામાં વિશ્વાસ નથી, તેનું મુખ્ય કારણ બોર્ડના સભ્યો અને સેમ વચ્ચે વાતચીતનો અભાવ છે.

કંપનીના ચીફ ટેક્નોલોજી ઓફિસર મીરા મુરતી હવે વચગાળાના CEO તરીકેનો ચાર્જ સંભાળશે. બરતરફ થયા પછી, ઓલ્ટમેને ટ્વિટ કર્યું, "મને ઓપનએઆઈમાં મારો કાર્યકાળ ખૂબ ગમ્યો. મને કંપનીમાં પ્રતિભાશાળી લોકો સાથે કામ કરવાનો સૌથી વધુ આનંદ થયો છે. રાજીનામું એ પરિવર્તનકારી નિર્ણય હતો. હવે હું શું કરીશ, શું થશે તે હું તમને પછી કહીશ.

પ્રમુખ પદેથી રાજીનામું આપતી વખતે, બ્રોકમેને કંપનીમાં તેમના તમામ સાથીદારોને એક મેઇલ મોકલ્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે હું તમને શુભેચ્છા પાઠવું છું. હું એક સુરક્ષિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) બનાવવા માંગતો હતો જે સમાજને લાભ આપી શકે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch