Wed,24 April 2024,5:58 am
Print
header

ખાનગી હોસ્પિટલો માટે કોરોના રસીની કિંમત થઈ નક્કી, સ્વાસ્થ્ય મંત્રાલયે કરી જાહેરાત

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ખાનગી હોસ્પિટલોમાં આપવામાં આવતી વેક્સિનના ભાવ નક્કી કર્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ,ખાનગી હોસ્પિટલોમાં કોવિશીલ્ડ સૌથી સસ્તા દરે મળશે. સરકારે કોવિશીલ્ડની કિંમત 780 રૂપિયા રાખી છે. સૌથી મોંઘી કોવેક્સિન છે, જે ખાનગી હોસ્પિટલમાં 1410 રૂપિયામાં આપવામાં આવશે. જ્યારે સ્પુતનિક V 1145 રૂપિયામાં મળશે. હજુ સુધી તે વાત સ્પષ્ટ નથી કે કેન્દ્ર સરકારે ખાનગી હોસ્પિટલો માટે વધુમાં વધુ 150 રૂપિયા સર્વિસ ચાર્જની જે સીમા નક્કી કરી છે, તે આ કિંમતોમાં સામેલ છે કે નહીં.

150 રૂપિયાથી વધારે નહીં થાય સર્વિસ ચાર્જ

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે કોવિડ વેક્સિનેશન પ્રોગ્રામ માટે સંશોધિત ગાઈડલાઈન 8 જૂને જાહેર કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તમામ વેક્સિન નિર્માતાઓ તરફથી ખાનગી હોસ્પિટલોને વેક્સિનની કિંમતની જાહેરાત કરવી પડશે. જો તેમાં કોઈપણ પ્રકારનો બદલાવ કરવામાં આવે તો પહેલા જાણ કરવી પડશે. ખાનગી હોસ્પિટલો 150 રૂપિયા સર્વિસ ચાર્જ તરીકે સિંગલ ડોઝના લઈ શકે છે. રાજ્ય સરકાર આ કિંમતો પર ધ્યાન રાખી શકે છે.

કોવિશીલ્ડ પર નિર્માતા કંપની તરફથી 600 રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ 30 રૂપિયા જીએસટી અને સર્વિસ ચાર્જ 150 રૂપિયા મેળવી કુલ તેની કિંમત 780 રૂપિયા થાય છે. આ રીતે જ કોવેક્સિન નિર્માતા 1200 રૂપિયા તેની કિંમતની જાહેરાત કરી છે. 5 ટકાના દરે 60 રૂપિયા જીએસટી અને 150 રૂપિયા સર્વિસ ચાર્જ મળી કુલ કિંમત 1410 થાય છે. જ્યારે સ્પૂતનિક વી નિર્માતાએ 948 રૂપિયા કિંમત રાખી છે. 47.40 રૂપિયા જીએસટી અને 150 રૂપિયા સર્વિસ ચાર્જ મળી કુલ કિંમત 1145 રૂપિયા થાય છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch