Thu,25 April 2024,11:36 am
Print
header

કોરોનામાં નોકરી ગઇ, ફણગાવેલા કાજૂનો બિઝનેસ કરી આજે કમાઇ રહ્યા છે લાખો

તામિલનાડુઃ કોરોના કાળમાં અનેક લોકોની નોકરી ગઇ છે. બેકારીનો આંકડો ઉપર વધી રહ્યો છે ત્યારે ઘણા એવા લોકો છે જે બિઝનેસ કરીને કમાણી કરી રહ્યાં છે. તામિલનાડુના કન્નૂરમાં રહેનારા Brijith Krishnaએ કાજૂનો બિઝનેસ કર્યો હતો. છેલ્લા ચાર મહિનાથી કૃષ્ણા ઇરિટ્ટીની પાસે અંતરિયાળ ગામડામાં કાજૂને ફણગાવ્યાં હતા.આ બિઝનેસથી તેમણે 1 લાખ રૂપિયાનો ધંધો કર્યો છે. 

આજે મળી રહ્યા છે ઓર્ડર્સ

42 વર્ષના કૃષ્ણા કોરોના મહામારી દરમિયાન પોતાની નોકરી ખોઇ ચૂકયા હતા. દરમિયાન તેમણે 3 ક્વિન્ટલ કાજૂ સાથે કંઇક નવો પ્રયોગ કર્યો.આઇડિયાને સ્થાનિકોએ ખાસ્સો પસંદ કર્યો.સુપર માર્કેટ્સથી ઇન્ટરનેશનલ ફાસ્ટ-ફૂડ ચેનથી તેમને ઓર્ડર મળી રહ્યા છે. 

બનાવી શકાય છે ઘણુંબધુ

જો કે લોકો પારંપારિક રીતે ફણગાવેલા  Mazhayandi (કાજૂ જે વરસાદમાં વધે છે)નો ઉપયોગ કર્યો છે. પરંતુ સ્ટેટમાં એવું પહેલીવાર છે જ્યારે આનો કોમર્શિયલ ઉપયોગ કર્યો હોય,આ સ્પ્રાઉટ્સનો ઉપયોગ સાગ, સલાડ, સ્નેક્સ અને મિલ્કશેક માટે કરવામાં આવે છે. કેરળ કૃષિ વિશ્વવિદ્યાલય હેઠળ કાજૂ અનુસંધાન સ્ટેશનને કૃષ્ણાને સ્પ્રાઉટ્સના ઉત્પાદન માટે ટેક્નોલોજી આપી છે. આ બધુ એટલા માટે કર્યું જેથી કાજુનું પ્રોડક્શન વધારી શકાય. આના માટે તેમણે કાજૂના છોડ પણ વેચવાનું શરૂ કર્યું છે. 

કૃષ્ણા કહે છે, ‘લૉકડાઉન દરમિયાન, કાજુ માટે કોઇ ખરીદાર ન હતા અને જમીન પર પડતા નટ્સ અંકુરિત થયા બાદ બેકાર જઇ રહ્યા હતા.અમે તેની સાથે ઘર પર જુદા જુદા પ્રકારના વ્યંજન બનાવવાની કોશિશ કરી. સૌથી પહેલા મેં મારા મિત્રોને જણાવ્યું, તેમને આ વિચાર પસંદ આવ્યો.પછી મેં તેને સ્ટોર અને ગ્રાહકોને વેચવાનું શરૂ કર્યું. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar