Fri,19 April 2024,11:29 am
Print
header

કારની બેક સીટ પર આ રીતે બનાવો 6 ફૂટ લાંબો સિંગલ બેડ, જાણો કિંમત અને ફિચર્સ

અમદાવાદઃ આજે અમે આપને સિંગલ બેડ જેટલી જગ્યાવાળા એર બેડ અંગે જણાવીશું. આ બેડથી કારમાં એટલી જગ્યા બની જશે કે ચાલતી કારમાં 4 થી 6 બાળકો આરામથી રમી શકે કે પછી 3 મોટા આરામ કરી શકે. ઉપરાંત, ડ્રાઇવિંગ દરમિયાન લોકો પોતાની ઊંઘ આરામથી પૂરી કરી શકે છે. આ બેડ એરપંપની મદદથી ફક્ત 2 મિનિટમાં બની જશે. તમે કોઇ જગ્યાએ ટેન્ટ લગાવીને સ્ટે કરતા હોવ તો પણ આનો ઉપયોગ થઇ શકે. 

શું છે ટ્રાવેલ એર બેડ ?

નામથી જ ખબર પડી જાય છે કે ટ્રાવેલ દરમિયાન ઉપયોગમાં આવતો એક એવો બેડ જેમાં હવા ભરી શકાય છે. આ બેડની સાથે એર પંપ આવે છે, જેને કારના ચાર્જિંગ પ્લગમાં લગાવીને યૂઝ કરી શકાય છે. અમે જે એર બેડ અંગે વાત કરી રહ્યા છીએ તે 6 કે 7 સીટર કારમાં ઉપયોગમાં આવે છે. એટલે કે સેકન્ડ કે થર્ડ રોની સીટને ડાઉન કરીને તેની ઉપર બેડ ફિક્સ કરવામાં આવે છે. 

ટ્રાવેલ એર બેડની ખાસિયત

એર બેડ ફ્લેટ સપાટીથી બનેલો હોવાથી કારમાં વધુ જગ્યા દેખાય છે. બેડ કારમાં ચારેબાજુથી પેક હોય છે જેથી તેની પર આરામ કરનારાને નીચે પડી જવાનો ખતરો નથી રહેતો. બેડની સાથે પીલો (ઓશિકું) પણ આવે છે. તેને પણ હવા ભરીને તૈયાર કરી શકાય છે. બેડને PVC મટીરિયલથી તૈયાર કરવામાં આવે છે. આ મટિરીયલ વોટરપ્રૂફ હોય છે. તેને કારની બહાર પણ ઉપયોગમાં લઇ શકાય છે. તેમાં અનેક કલર ઓપ્શન મળી રહે છે. તમે કારની સીટના મેચિંગ કવર્સ લઇ શકો છો. તેની સાઇઝ પોર્ટેબલ હોય છે. જેથી તે નાનકડી બેગમાં આવી જાય છે. એટલે કે તમે તેને કારમાં ઓછી જગ્યામાં રાખી શકો છો. હવા ભર્યા બાદ તેની પહોળાઇ 4 ફૂટથી વધુ અને લંબાઇ 6 ફૂટ સુધી થાય છે. આ બેડ 400 કિલોગ્રામ વજન સરળતાથી ઉઠાવી શકે છે.  

એરબેડની ઓનલાઇન કિંમત અંદાજે 5000 રૂપિયાથી શરૂ થઇને ક્વોલિટી અને ડિઝાઇન અનુસાર 12000 રૂપિયા સુધી પહોંચી જાય છે. આ કિંમત 6 અને 7 સીટર કારમાં ઉપયોગમા આવતા એરબેડની છે. તેને ઓનલાઇનની સાથે ઓફલાઇન માર્કેટમાંથી પણ ખરીદી શકાય છે. કારની સાઇઝ અને મોડલના હિસાબે તેને ખરીદી શકાય છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar