Sat,20 April 2024,3:23 am
Print
header

પંજાબ કોંગ્રેસ વિવાદ: આખરે સિદ્ધુની તાજપોશીમાં સામેલ થશે મુખ્યમંત્રી અમરિંદરસિંહ

પંજાબઃ કોંગ્રેસમાં નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu)અને કેપ્ટન અમરિંદર સિંહ (Captain Amarinder Singh)વચ્ચે ચાલી રહેલો વિવાદ સમાપ્ત થતો હોય તેમ લાગી રહ્યું છે.નવજોત સિંહ સિદ્ધુ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા પછી આવતીકાલે એટલે કે 23 જુલાઇએ પદભાર સંભાળવાના છે. સૂત્રોના જણાવ્યાં મુજબ સિદ્ધુની તાજપોશીના કાર્યક્રમમાં પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહ  હાજરી આપશે.

પાર્ટીના ઉચ્ચ સૂત્રોએ કહ્યું છે કે આ ઘટનાક્રમ પાર્ટી હાઇકમાન્ડના હસ્તક્ષેપ પછી થયો છે. સૂત્રોએ ખુલાસો કર્યો કે પંજાબના પ્રભારી હરીશ રાવત સીએમ સાથે કોંગ્રેસ ભવન જશે.જ્યાં સમારોહ થવાનો છે. સિદ્ધુને પાર્ટીની આગેવાની સોંપ્યા પહેલા એક પાર્ટીનું આયોજન કર્યું છે. આ પાર્ટીમાં સીએમ અમરિંદરસિંહ બધા ધારાસભ્યો સાથે સામેલ થશે. દરમિયાન સીએમ અમરિંદરસિંહે બધા કોંગ્રેસી ધારાસભ્યો, સાંસદો અને રાજ્યના વરિષ્ઠ પદાધિકારીઓને શુક્રવારે 10 કલાકે ચા પર બોલાવ્યા છે તે પછી ત્યાંથી રાજ્યના નવા કોંગ્રેસ ચીફના પદ ગ્રહણ કાર્યક્રમમાં જશે. પંજાબ સીએમના મીડિયા એડવાઇઝરે તેની જાણકારી આપી છે.

સિદ્ધુ વર્તમાન પંજાબના કોંગ્રેસ અધ્યક્ષ સુનીલ જાખડનું સ્થાન લેશે.સિદ્ધુ અને અમરિંદર સિંહ વચ્ચે છેલ્લા ઘણા સમયથી મતભેદ ચાલી રહ્યાં છે. આ પહેલા પંજાબના મુખ્યમંત્રીના મીડિયા સલાહકારે કહ્યું હતું કે સિદ્ધુને મુખ્યમંત્રી કેપ્ટન ત્યાં સુધી નહીં મળે જ્યાં સુધી તે સાર્વનજિક રૂપથી પોતાના અપમાનજનક ટ્વિટ માટે માફી નહીં માંગે. જો કે કોંગ્રેસ હાઇકમાન્ડે હવે સિદ્ધુને મોટી જવાબદારી સોંપી દીધી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch