સ્પા ગર્લ સાથે મિત્રતા મોંઘી પડી, તેને જ કરી નાખી હત્યા
અમદાવાદઃ શહેરમાં હત્યાનો સિલસિલો દૈનિક ક્રમ બની ગયો હોય તેમ લાગે છે. થોડા દિવસો પહેલા શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં કેનેડાથી પરત આવેલાં 75 વર્ષીય કનૈયાલાલ ભાવસારનો પોતાના જ ઘરમાંથી મૃતદેહ મળી આવતા ચકચારી મચી હતી. શરૂઆતમાં કુદરતી મોત જેવી દેખાતી આ હત્યાએ પોલીસને ચોંકાવી દીધી હતી. આ કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી બે આરોપીઓને ઝડપી પાડ્યાં હતા.
વસ્ત્રાપુરના મોહિની ટાવરમાં 13 જાન્યુઆરીએ પોતાના જ ઘરમાંથી કનૈયાલાલ ભાવસારનો મૃતદેહ મળી આવ્યો હતો. કનૈયાલાલની પત્ની વર્ષા ભાવસાર જ્યારે ઘરે આવ્યાં ત્યારે તેઓને તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. શરૂઆતમાં મૃતદેહ પર કોઈ નિશાન ન દેખાતા તેને કુદરતી મૃત્યુ માની લેવામાં આવ્યું હતું. જો કે સોનાના દાગીના ગુમ હોવાનું ધ્યાને આવતા પત્નીને શંકા થતાં પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકલી તપાસ હાથ ધરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યાં બાદ હત્યાનો ઘટસ્ફોટ થયો હતો.
આ મામલે વધુ તપાસ હાથ ધરતા પોલીસને જાણ થઈ કે, જ્યારે હત્યા કરવામાં આવી ત્યારે કનૈયાલાલ ભાવસાર ઘરે એકલા હતાં. બપોરે દોઢથી અઢી વાગ્યાની વચ્ચે એક મહિલાને સિક્યોરિટી ઓફિસમાં એન્ટ્રી કર્યા વિના જ પ્રવેશ કરવા દેવામાં આવ્યો હતો. બાદમાં પોલીસે આ અજાણી મહિલાને શંકાસ્પદ ગણી તપાસ હાથ ધરી હતી. વધુ તપાસ કરતાં જાણ થઈ કે ઘરમાંથી અનેક કિંમતી ઘરેણાં અને મોંઘી વસ્તુઓ ગુમ થઈ હતી. બાદમાં, પોલીસે શંકાસ્પદ મહિલા અને તેની સાથીની ધરપકડ કરી આ વિશે વધુ તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન સામે આવ્યું કે કેનેડાના પીઆર ધરાવતાં કનૈયાલાલ ભાવસાર વારંવાર અમદાવાદ આવતા હતાં. જ્યાં તેઓ એક સ્પામાં જતાં. આ સ્પામાં તેમની મુલાકાત હીના નામની યુવતી સાથે થઈ હતી. લગભગ 18 મહિના મહિલા પહેલાં હિના કનૈયાલાલના સંપર્કમાં આવી હતી. બાદમાં જ્યારે પણ કનૈયાલાલ ભાવસાર અમદાવાદ આવતા ત્યારે હિના તેમને ઘરે મળવા જતી. જો કે, હિનાને જાણ થઈ કે કનૈયાલાલ એનઆરઆઈ છે અને તેમની પાસે કિંમતી વસ્તુઓ છે તો તેણે લાલચમાં આવી લૂંટનો પ્રયાસ કર્યો હતો.
આ લૂંટની યોજનામાં હિનાએ આનંદ નામના વ્યક્તિને સાથે રાખ્યો હતો. કનૈયાલાલ અમદાવાદ આવ્યાં એવી માહિતી મળતાં જે તેણે લૂંટની યોજના બનાવી. તે કનૈયાલાલને તેમના ઘરે મળવા ગઈ અને જેવી તક મળી કે, તેમને બેભાન કરી દીધાં. બાદમાં કોઈને ધ્યાને ન આવે તેમ આનંદને ઘરમાં પ્રવેશ કરાવી ઘરની તમામ કિંમતી વસ્તુઓ ચોરી કરી રહ્યાં હતાં. જોકે, આ દરમિયાન કનૈયાલાલને આંશિક રીતે ભાનમાં આવતા હિનાની યોજના નિષ્ફળ થઈ રહી હતી. ત્યારે હિનાએ ગભરાઈને કનૈયાલાલ ભાવસારનું ગળુ દબાવી તેમની હત્યા કરી ચોરેલી વસ્તુ ત્યાંથી લઈને ભાગી ગયાં હતા.
પોલીસે આપેલી માહિતી અનુસાર, બંને આરોપી રિલીફ રોડ વિસ્તારમાં ચોરેલા મોબાઈલ ફોનને વેચવાનો પ્રયાસ કરતા ઝડપાઈ ગયા હતાં. સીસીટીવી ફૂટેજ દ્વારા બંને આરોપીઓને શોધવામાં મદદ મળી હતી. અમે ફ્લાઇટ ટિકિટ પણ શોધી કાઢી હતી જેના પરથી સામે આવ્યું કે, બંનેની મુંબઈ ભાગી જવાની યોજના હતી. બંને આરોપી હાલ કસ્ટડીમાં છે અને આ વિશે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
શરમજનક ઘટના...રાજકોટ હોસ્પિટલમાં પ્રસુતાના વાયરલ વીડિયો કેસની તપાસનો ધમધમાટ, આરોપીઓ સામે થશે કડક કાર્યવાહી- Gujarat Post | 2025-02-19 12:16:50
સુરતના માંડવી-ઝંખવાવ રોડ પર અકસ્માતમાં 4 લોકોનાં મોત - Gujarat Post | 2025-02-19 12:12:27
અમેરિકાએ ડિપોર્ટ કરેલા લોકોનો વીડિયો કર્યો શેર, વિવાદના એંધાણ- Gujarat Post | 2025-02-19 12:09:31
આજથી ગુજરાતના બજેટ સત્રની શરૂઆત, પોલીસ છાવણીમાં ફેરવાયું પાટનગર- Gujarat Post | 2025-02-19 12:05:41
PNB સાથે 271 કરોડ રૂપિયાની નવી છેતરપિંડીનો ખુલાસો, બેંકે RBI સાથે વિગતો શેર કરી | 2025-02-19 08:54:43
રૂપિયા દોઢ કરોડના કોકેઈન સાથે નાઈજીરિયન મહિલા ઝડપાઈ, અગાઉ પણ 10 થી 12 વખત લાવી હતી ડ્રગ્સ | 2025-02-19 08:43:07
અમેરિકાથી હાંકી કાઢવામાં આવેલા ભારતીયોની ત્રીજી બેચમાં 9 અમદાવાદીઓ સહિત 33 ગુજરાતી પરત ફર્યા- Gujarat Post | 2025-02-17 14:56:06
EDની મોટી કાર્યવાહી, અમેરિકામાં વોન્ટેડ આરોપી પાસેથી 1,646 કરોડ રૂપિયાની ક્રિપ્ટોકરન્સી જપ્ત | 2025-02-16 09:37:51
43 ATM કાર્ડ, 21 ચેકબુક, 15 મોબાઇલ ફોન અને PAN... ઠગોએ 10 દિવસમાં રૂ. 4 કરોડ ઉપાડી લીધા | 2025-02-15 15:05:50
અમદાવાદમાં ઉછીના પૈસા ન આપવા બાબતે મિત્રએ જ મિત્રની પથ્થર મારીને કરી ઘાતકી હત્યા | 2025-02-14 09:00:44