ઓટાવાઃ કેનેડામાં વારંવાર બનતી ઘટનાઓમાં ભારતીય યુવાનોના મોત ચિંતાનો વિષય બની રહ્યો છે. આવામાં વધુ એક ભારતીય યુવકનું કેનેડામાં રોડ અકસ્માતમાં મોત થઈ ગયું છે. કેનેડામાં કાર અકસ્માતમાં 20 વર્ષીય સમાના નિવાસી કંવરપાલ સિંહનું મોત થયું છે. દીકરાના મોતના સમાચાર મળતા પરિવાર પર આભફાટ્યું પડ્યું હતું.
બે દિવસ બાદ શોકગ્રસ્ત પરિવારના સભ્યોએ મૃતદેહને ઘરે પરત લાવવા માટે સરકારની મદદ માંગી છે. કંવરપાલ 20 ઓગસ્ટના રોજ અકસ્માતનો ભોગ બન્યો હતો. તેને કેનેડા ગયાને 2 વર્ષ થયા હતા. બાદકેનેડામાં ભણવાનું પૂર્ણ થયા બાદ કંવરપાલે વર્ક પરમિટ પણ મેળવી લીધી હતી. તે વાહન મિકેનિક હતો.
તે 20 ઓગસ્ટે પોતાના કામ પર જઈ રહ્યો હતો તે સમયે ટ્રક સાથે કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં તે ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સર્જરી કર્યા બાદ તબીયતમાં સુધારો આવ્યો હતો.
પરંતુ અચાનક તબિયત બગડતા 25 ઓગસ્ટના રોજ તેનું મોત થયું હતું. પરિવારે પંજાબ સરકારને પોતાના દીકરાના પાર્થિવ દેહને ભારત લાવવા મદદ માંગી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ભાજપના 61 વર્ષના નેતા દિલીપ ઘોષ 50 વર્ષની પ્રેમિકા રિંકુ મજૂમદાર સાથે કરશે લગ્ન | 2025-04-18 12:10:35
ફ્લોરિડા યુનિવર્સિટીમાં લોહિયાળ રમત, યુવકે ગોળીબાર કરતા 2 લોકોનાં મોત | 2025-04-18 09:06:10
મુસ્કાન જેવી જ ખતરનાક પત્ની....પત્નીએ અને પ્રેમીએ મળીને પતિને સાપના 10 જેટલા ડંખ મરાવ્યાં | 2025-04-17 16:44:53
15 લોકોની હત્યા કરી નાખી.. જર્મનીમાં એક નરાધમ ડૉક્ટરને દર્દીઓને મારવાની મજા આવતી હતી, આ રીતે જીવ લેતો હતો | 2025-04-17 08:29:16
ACB ટ્રેપઃ કડીના નાયબ મામલતદાર સહિત બે શખ્સો આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-04-16 15:33:18
PNB કૌભાંડના આરોપી ભાગેડું ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ | 2025-04-14 08:55:50
EVM હેક થઈ શકે છે...તુલસી ગબાર્ડના નિવેદન પછી ફરીથી ભારતની રાજનીતિમાં ચર્ચાઓ શરૂ | 2025-04-12 11:29:46
ન્યૂયોર્કની હડસન નદીમાં હેલિકોપ્ટર ક્રેશ થયું, પરિવારના સભ્યો સહિત 6 લોકોનાં મોત | 2025-04-11 11:46:12
Big News: DRI નું મોટું ઓપરેશન, અંદાજે 52 કરોડ રૂપિયાનો ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો | 2025-04-13 19:49:49