ટોરેન્ટો: ભારત અને કેનેડા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંબંધો વણસેલા છે. આ દરમિયાન કેનેડાએ મોટો ઝટકો આપ્યો છે. કેનેડા દ્વારા માતા-પિતા અને દાદા-દાદીના પીઆર સ્પોન્સરશિપ હાલ સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. જેનાથી અનેક ગુજરાતીઓ અને ભારતીયોને મોટી અસર થશે.
ઇમિગ્રેશન પ્રધાન માર્ક મિલર દ્વારા બહાર પાડવામાં આવેલા નિર્દેશ મુજબ, કેનેડાએ હાલના કેસોના બેકલોગને પતાવટ કરવા માતા-પિતા અને દાદા-દાદીની પીઆર સ્પોન્સરશિપ માટેની નવી અરજીઓ સ્વીકારવાનું અસ્થાયી રૂપે બંધ કરી દીધું છે.
સરકારનું કહેવું છે કે અમારી કામગીરીને સુવ્યવસ્થિત કરવા માટે નવી પીઆર સ્પોનસરશિપને અટકાવી દેવામાં આવી છે. ઇમિગ્રેશન લેવલ પ્લાનના ભાગરૂપે આગામી ત્રણ વર્ષમાં એકંદરે પ્રવેશ ઘટાડવાનો છે, સરકારનું લક્ષ્ય આ વર્ષે ફેમિલી રીયુનિફિકેશન પ્રોગ્રામ દ્વારા સબમિટ કરવામાં આવેલી 15,000 અરજીઓ સ્વીકારવાનું છે.
મિલર દ્વારા રજૂ કરાયેલા ઇમિગ્રેશન પરના 2024 ના વાર્ષિક અહેવાલ અનુસાર, 2023 ના અંત સુધીમાં 40,000 થી વધુ માતા-પિતા અને દાદા-દાદીની સ્પોન્સરશિપ અરજીઓ બાકી હતી. અહેવાલમાં એ પણ ધ્યાન દોરવામાં આવ્યું છે કે આ અરજીઓ માટે સરેરાશ પ્રક્રિયા સમય હાલમાં 24 મહિનાનો છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ટ્રમ્પ શાસનમાં 20 હજાર ભારતીયો પેપર્સ વગર અટવાયા... ફાઇનલ હટાવવાનો આદેશ આવવાનો છે | 2025-01-22 14:59:10
અમદાવાદ એરપોર્ટ પરથી 7 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, ચાર દિવસમાં બીજી ઘટના - Gujarat Post | 2025-01-22 14:33:12
કર્ણાટકમાં ફળ-શાકભાજી વેચવા જતી ટ્રક ખીણમાં ખાબકી, 10 લોકોનાં મોત - Gujarat Post | 2025-01-22 11:59:29
તુર્કીના રિસોર્ટમાં ભીષણ આગ, અત્યાર સુધીમાં 66 લોકોનાં મોત, લોકો ડરના કારણે બારીમાંથી કૂદી પડ્યાં | 2025-01-21 20:28:51
ગૌતમ અદાણી મહાકુંભમાં, CM ભૂપેન્દ્ર પટેલ આ તારીખે લગાવશે આસ્થાની ડૂબકી - Gujarat Post | 2025-01-21 11:40:26
શપથ લેતા જ ટ્રમ્પના 10 મોટા નિર્ણય, બ્રિક્સને ધમકી, WHOની બહાર થયું અમેરિકા, થર્ડ જેન્ડર અને ઇમિગ્રેશન મામલે મોટી જાહેરાત | 2025-01-21 09:50:01
યુક્રેનમાં યુદ્ધ ખતમ કરીને ત્રીજું વિશ્વ યુદ્ધ થતું અટકાવીશ, શપથગ્રહણ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો | 2025-01-20 10:06:48
યુદ્ધનો અંત ! ઇઝરાયલે 90 પેલેસ્ટાઈન કેદીઓને મુક્ત કર્યા, હમાસે પણ 3 ને છોડ્યાં | 2025-01-20 09:47:20
મુંબઈ પોલીસે સૈફ પર હુમલાના આરોપીને સાથે રાખી ક્રાઈમ સીન રિક્રિએટ કર્યો, જુઓ વીડિયો | 2025-01-21 11:02:04