મોરબીઃ માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. દીકરાની લાલચમાં અંધ બનેલા એક કેનેડાના PR ધરાવતા પતિ અને સાસરી પક્ષે પરણીતા પર અત્યાચાર ગુજાર્યો હતો. તેમ જ બે વાર ગર્ભપાત કરાવ્યો હતો.
ગોંડલની યુવતીના લગ્ન 2010માં મોરબીના હર્ષદ કડીવાર સાથે થયા હતા. લગ્નના બે વર્ષ બાદ દીકરીનો જન્મ થતા જ સાસરિયાઓએ કરિયાવર બાબતે મેણા-ટોણા મારવાનું અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. દીકરાની ઘેલછામાં પતિએ 2018માં પત્નીનું ગેરકાયદે ગર્ભપરીક્ષણ કરાવ્યું હતું. વાંકાનેરની શ્રદ્ધા હોસ્પિટલ અને રાજકોટની સિદ્ધિ વિનાયક હોસ્પિટલમાં બે વખત જબરદસ્તીથી ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો.
વર્ષ 2025માં IVF પ્રક્રિયા માટે મહિલાને બે વખત થાઈલેન્ડ (બેંગકોક) લઈ જવામાં આવી હતી, જ્યાં પણ પતિએ તેની સાથે ગંભીર મારકૂટ કરી હતી. મહિલાએ હિંમત ભેગી કરી મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ હર્ષદ કડીવાર, સાસુ ચંપાબેન કડીવા, જેઠ જિજ્ઞેશ કડીવાર સામે ફરિયાદ નોંધાવી હતી.
પીડિતાએ કરુણ રજૂઆત કરતાં કહ્યું, મેં મારી દીકરીના ભવિષ્ય અને માતા-પિતાની આબરૂને લઇને 13 વર્ષ સુધી આ અસહ્ય ત્રાસ સહન કર્યો. એક તરફ સરકાર 'બેટી બચાવો'ના નારા લગાવે છે, ત્યારે બીજી તરફ પૈસાની લાલચમાં ગર્ભપાત કરી આપતા તબીબો સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ. હાલમાં પીડિતા પોતાના માવતર ગોંડલ ખાતે આશરો લઈ રહી છે અને ન્યાયની આશા રાખી રહી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
યુવાનો માટે પીએમ મોદીની મોટી જાહેરાત, મફતમાં મળશે ઓનલાઈન કોચિંગ, એક વર્ષમાં 1 કરોડ AI તાલીમ | 2026-08-15 09:21:44
વડાપ્રધાન મોદીએ 80 મા સ્વતંત્રતા દિવસની દેશને શુભેચ્છા પાઠવી, લાલ કિલ્લા પરથી તેમણે શું કહ્યું? | 2026-08-15 08:53:39
ઇન્ડોનેશિયામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જારી | 2026-08-15 08:38:11
ખરાબ પફ ખાધા બાદ વિદ્યાર્થીનું મોત થયાનો દાવો, 100 મીટર દૂર હોસ્પિટલ હોવા છતાં સ્કૂલે સારવાર ન કરાવી | 2026-08-14 18:37:39
હાઇકોર્ટની ટકોર, સુરતમાં આરોપીઓનું સરઘસ કાઢીને ફટકારાનારા DCB રાજદીપસિંહ નકુમની તાત્કાલિક બદલી કેમ નથી કરી ? | 2026-08-14 18:36:05
ACB નું ઓપરેશન, અમદાવાદ સ્ટેટ GST વિભાગના બે અધિકારીઓ આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2026-08-14 15:57:00
આ કાકાએ આ ઉંમરમાં રૂ.2500 ની લાંચ લીધી અને ACB એ તેમને ઝડપી લીધા | 2026-08-14 15:38:50
અમદાવાદઃ સોલામાં આવેલી ઉમિયા કેમ્પસ હોસ્ટેલમાં 16 વર્ષીય વિદ્યાર્થીએ કર્યો આપઘાત | 2026-08-14 09:56:32
સુરતમાં શ્રાવણના પ્રારંભે બીલીપત્રના ઝાડ પર પ્રેમીયુગલે ફાંસો ખાતા ચકચાર | 2026-08-13 16:36:44
9 મહિલાની દરિયામાં ડ્યૂટી, અમેરિકી સૈનિકોએ અબ્રાહમ લિંકન પરથી કૂદીને આત્મહત્યાનો કર્યો પ્રયાસ | 2026-08-14 09:21:36
ચમોલી ટનલ દુર્ઘટનામાં 7 કામદારોનાં મોત, ત્રણ હજુ પણ ગુમ | 2026-08-14 08:47:57
નાંદેડમાં શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ પર નિહંગે કર્યો હુમલો | 2026-08-13 16:46:20
જસદણના વિંછીયા રોડ પર મોડી રાત્રે ગંભીર અકસ્માત, નાયબ મામલતદારનું મોત | 2026-08-09 09:17:02
મોરબીના વીરપરડામાં કુવામાં હિલોળા લેતું પાણી એક દિવસ શાંત રહ્યાં બાદ ફરી હલચલ શરૂ થઈ | 2026-08-09 09:08:25
ગોંડલમા પરિણીતાને ટ્રેન નીચે ધકેલીને પ્રેમીએ કરી હત્યા, પોલીસે કરાવ્યું રી-કન્સ્ટ્રક્શન | 2026-08-07 18:04:39
રાજકોટઃ ડોક્ટરની ચેતવણી છતાં પતિએ પત્ની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો, જાણો આગળ શું થયું ? | 2026-08-07 08:47:15
રાજકોટ: FB પર મિત્રતા કરીને ખેડૂત સાથે રૂ. 6.30 લાખનું સાયબર ફ્રોડ, એક મહિલા સહિત 3 વિદેશી ઝડપાયા | 2026-08-06 18:47:24