Canada News: ભારત સાથે સંબંધ ખાટા કરનારા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ રાજીનામું આપી દેવું પડ્યું છે. પોતાની જ પાર્ટીમાં જોરદાર વિરોધ થતા તેમને પદ છોડવું પડ્યું છે. લિબરલ પાર્ટીના નેતા પદ પરથી રાજીનામું આપી દીધું છે. કેનેડિયન અખબાર ધ ગ્લોબ એન્ડ મેલે રવિવારે પોતાના અહેવાલમાં આવો દાવો કર્યો હતો કે જસ્ટિન ટ્રુડો આગામી એક-બે દિવસમાં પદ છોડી શકે છે. ટ્રુડોની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે અને તેઓ પક્ષની અંદર પણ વિરોધનો સામનો કરી રહ્યાં છે. વિવિધ સર્વેક્ષણોમાં દાવો કરવામાં આવ્યો છે કે પોઈલીવરેની આગેવાની હેઠળની કન્ઝર્વેટિવ પાર્ટી આગામી ચૂંટણીમાં સત્તામાં આવી શકે છે.
જસ્ટિસ ટ્રુડો છેલ્લા એક દાયકાથી કેનેડામાં સત્તા પર હતા, પરંતુ તાજેતરના સમયમાં તેમની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે. તાજેતરના સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે 73 ટકા કેનેડિયન નાગરિકો ઇચ્છે છે કે ટ્રુડો વડાપ્રધાન અને લિબરલ પાર્ટીના નેતા પદ પરથી રાજીનામું આપે.
કેનેડામાં જસ્ટિન ટ્રુડોની સરકારની લોકપ્રિયતામાં ઘટાડો થવાના ઘણા કારણો છે. મુખ્ય કારણોમાં ઇકોનોમી, કેનેડામાં મકાનોની કિંમતોમાં ભારે વધારો, ઇમિગ્રેશન સમસ્યા વગેરેનો સમાવેશ થાય છે. કોરોના મહામારી બાદ કેનેડામાં મોંઘવારી 8 ટકા વધી હતી. જો કે હાલમાં તે બે ટકાથી નીચે છે. કેનેડામાં બેરોજગારી પણ એક મોટી સમસ્યા છે, જે હાલમાં છ ટકાની આસપાસ છે. ટ્રુડો સરકારના કાર્બન ટેક્સ કાર્યક્રમની પણ વિપક્ષ દ્વારા ટીકા કરવામાં આવી રહી છે.
કેનેડામાં મોંઘા મકાનો એક મોટી સમસ્યા છે. કેનેડાના મોટા ભાગના મોટા શહેરોમાં ઘર ખરીદવું સામાન્ય લોકોના બજેટની બહાર થઈ ગયું છે. આ સમસ્યા લાંબા સમયથી છે અને સરકાર તેને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહી છે. ટ્રુડો સરકાર પ્રત્યે લોકોમાં ભારે નારાજગીનું આ પણ એક મોટું કારણ છે.
કેનેડામાં ઇમિગ્રેશન પણ એક મોટી સમસ્યા છે. જોકે, ટ્રુડો સરકારે તાજેતરમાં ઈમિગ્રેશનને લઈને નવી નીતિઓ બનાવી છે. તેમ છતાં લોકોનો રોષ હજુ પણ ઓછો થયો નથી. કેનેડામાં ખાલિસ્તાનીઓના વધતા પ્રભાવને લઈને ઘણા કેનેડિયન નાગરિકો પણ નારાજ છે. હાલમાં જ કેનેડાના ડેપ્યુટી પીએમ અને નાણામંત્રીએ પણ રાજીનામું આપ્યું હતું, જે બાદ ટ્રુડો પર રાજીનામું આપવાનું દબાણ પણ વધી ગયું હતુ. નોંધનિય છે કે ખાલિસ્તાની સમર્થક ટ્રુડો વારંવાર ભારત વિરોધી નિવેદનો કરી ચુક્યાં છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ટ્રમ્પ શાસનમાં 20 હજાર ભારતીયો પેપર્સ વગર અટવાયા... ફાઇનલ હટાવવાનો આદેશ આવવાનો છે | 2025-01-22 14:59:10
અમદાવાદ એરપોર્ટ પરથી 7 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, ચાર દિવસમાં બીજી ઘટના - Gujarat Post | 2025-01-22 14:33:12
કર્ણાટકમાં ફળ-શાકભાજી વેચવા જતી ટ્રક ખીણમાં ખાબકી, 10 લોકોનાં મોત - Gujarat Post | 2025-01-22 11:59:29
તુર્કીના રિસોર્ટમાં ભીષણ આગ, અત્યાર સુધીમાં 66 લોકોનાં મોત, લોકો ડરના કારણે બારીમાંથી કૂદી પડ્યાં | 2025-01-21 20:28:51
ગૌતમ અદાણી મહાકુંભમાં, CM ભૂપેન્દ્ર પટેલ આ તારીખે લગાવશે આસ્થાની ડૂબકી - Gujarat Post | 2025-01-21 11:40:26
શપથ લેતા જ ટ્રમ્પના 10 મોટા નિર્ણય, બ્રિક્સને ધમકી, WHOની બહાર થયું અમેરિકા, થર્ડ જેન્ડર અને ઇમિગ્રેશન મામલે મોટી જાહેરાત | 2025-01-21 09:50:01
યુક્રેનમાં યુદ્ધ ખતમ કરીને ત્રીજું વિશ્વ યુદ્ધ થતું અટકાવીશ, શપથગ્રહણ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો | 2025-01-20 10:06:48
યુદ્ધનો અંત ! ઇઝરાયલે 90 પેલેસ્ટાઈન કેદીઓને મુક્ત કર્યા, હમાસે પણ 3 ને છોડ્યાં | 2025-01-20 09:47:20
મુંબઈ પોલીસે સૈફ પર હુમલાના આરોપીને સાથે રાખી ક્રાઈમ સીન રિક્રિએટ કર્યો, જુઓ વીડિયો | 2025-01-21 11:02:04