ટોરેન્ટો: ભારતીય મૂળના યુવક દિલરાજ સિંહ ગિલની કેનેડામાં હત્યા કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ હત્યા ટાર્ગેટેડ ગેંગવોરનું પરિણામ હોઈ શકે છે. પોલીસે વધુમાં જણાવ્યું કે ગિલ પોલીસ રેકોર્ડમાં જાણીતો ચહેરો હતો. કેનેડામાં આ યુવકની હત્યા ગુરુવાર, 22 જાન્યુઆરીએ થઈ હતી. શનિવાર, 24 જાન્યુઆરીએ પોલીસે મૃતકની ઓળખ વેનકુવરના રહેવાસી દિલરાજ સિંહ ગિલ તરીકે આપી હતી, જે ભારતીય મૂળનો હતો.
બર્નાબી RCMP ના ફ્રન્ટલાઈન અધિકારીઓને 3700 બ્લોક પાસે ગોળીબાર થયો હોવાની માહિતી મળતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે તેમને એક પીડિત લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે, અમે તેનો જીવ બચાવવાનો પૂરતો પ્રયાસ કર્યો, પરંતુ તે યુવક બચી શક્યો નહીં.
અધિકારીઓએ વધુમાં ઉમેર્યું કે, આ ઘટનાના થોડા સમય બાદ બક્સટન સ્ટ્રીટના 5000 બ્લોકમાં એક ગાડી સળગતી હાલતમાં મળી આવી હતી. બ્રિટિશ કોલંબિયાની બર્નાબી પોલીસે નિવેદન બહાર પાડીને કહ્યું છે કે, તપાસકર્તાઓ સળગતી કાર અને ગોળીબારની ઘટના વચ્ચે કોઈ સંબંધ છે કે કેમ એ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.
હાલમાં ઇન્ટિગ્રેટેડ હોમિસાઇડ ઇન્વેસ્ટિગેશન ટીમ (IHIT) આ હત્યાની તપાસ કરી રહી છે. ટીમે તેના નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે, ગિલ પહેલેથી જ પોલીસની નજરમાં હતો અને પ્રાથમિક દ્રષ્ટિએ આ ગોળીબાર બ્રિટિશ કોલંબિયા ગેંગ વિવાદ સાથે સંબંધિત હોવાનું જણાય છે.
યુવાનો માટે પીએમ મોદીની મોટી જાહેરાત, મફતમાં મળશે ઓનલાઈન કોચિંગ, એક વર્ષમાં 1 કરોડ AI તાલીમ | 2026-08-15 09:21:44
વડાપ્રધાન મોદીએ 80 મા સ્વતંત્રતા દિવસની દેશને શુભેચ્છા પાઠવી, લાલ કિલ્લા પરથી તેમણે શું કહ્યું? | 2026-08-15 08:53:39
ઇન્ડોનેશિયામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જારી | 2026-08-15 08:38:11
ખરાબ પફ ખાધા બાદ વિદ્યાર્થીનું મોત થયાનો દાવો, 100 મીટર દૂર હોસ્પિટલ હોવા છતાં સ્કૂલે સારવાર ન કરાવી | 2026-08-14 18:37:39
હાઇકોર્ટની ટકોર, સુરતમાં આરોપીઓનું સરઘસ કાઢીને ફટકારાનારા DCB રાજદીપસિંહ નકુમની તાત્કાલિક બદલી કેમ નથી કરી ? | 2026-08-14 18:36:05
9 મહિલાની દરિયામાં ડ્યૂટી, અમેરિકી સૈનિકોએ અબ્રાહમ લિંકન પરથી કૂદીને આત્મહત્યાનો કર્યો પ્રયાસ | 2026-08-14 09:21:36
ઝિમ્બાબ્વેમાં 95 લોકોને લઈ જતી હોડી પલટી, 15 લોકોનાં મોતની આશંકા, 20 થી વધુ ગુમ | 2026-08-12 06:54:57
કોલંબિયામાં આવેલા શક્તિશાળી ભૂકંપે ભારે વિનાશ સર્જ્યો, 130 લોકોનાં મોત, 570 થી વધુ ઘાયલ | 2026-08-11 08:55:25
ભારતના વિદ્યાર્થીએ અમેરિકન ગર્લફ્રેન્ડનું ગળું દબાવીને કરી હત્યા, જર્મનીમાં ધરપકડ | 2026-08-10 14:21:32
ACB નું ઓપરેશન, અમદાવાદ સ્ટેટ GST વિભાગના બે અધિકારીઓ આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2026-08-14 15:57:00
ચમોલી ટનલ દુર્ઘટનામાં 7 કામદારોનાં મોત, ત્રણ હજુ પણ ગુમ | 2026-08-14 08:47:57
નાંદેડમાં શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ પર નિહંગે કર્યો હુમલો | 2026-08-13 16:46:20