Fri,19 April 2024,6:35 am
Print
header

કેનેડામાં સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, દીવાલો પર લખાયા ભારત વિરોધી નારા- Gujarat Post

(કેનેડાનું સ્વામિનારાયણ મંદિરઃ તસવીર સૌજન્ય બીએપીએસ)

ઘટનાથી કેનેડામાં વસતા  હરિભક્તોમાં રોષ

સોશિયલ મીડિયામાં ઘટનાનો વીડિયો થયો વાયરલ

કેનેડામાં ભારતીય હાઈ કમિશને તપાસની કરી માંગ 

ટોરન્ટોઃ કેનેડામાં સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરની પ્રતિષ્ઠાને અસામાજિક તત્વો દ્વારા નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.મંગળવારે ટોરન્ટોમાં આવેલા આ મંદિરની દીવાલો પર ભારત વિરોધી લખાણ લખવામાં આવ્યું હતુ, તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

કેનેડામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓમાં રોષની લાગણી છે. ભક્તો દ્વારા સરકાર સામે આ મુદ્દે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.  કેનેડામાં ભારતીય દૂતાવાસે તપાસની માંગ કરી છે. ભારતીય મૂળના કેનેડિયન સાંસદ ચંદ્ર આર્યએ કહ્યું કે, આ પહેલી ઘટના નથી, અગાઉ પણ અન્ય મંદિરોમાં નુકસાન પહોંચાડવાના પ્રયાસો થયા છે.

કેનેડાના ઓટાવામાં સ્થિત ભારતીય હાઈ કમિશન દ્વારા સમગ્ર મામલો ઉઠાવવામાં આવ્યો છે.કેનેડાની સરકાર પાસે માંગ કરાઇ છે કે જવાબદારો સામે  કડક કાર્યવાહી કરવામાં આવે. 

સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થઈ રહ્યાં છે તેમાં ભીંત પર ખાલિસ્તાની લખાણ લખવામાં આવ્યું હોય તેવું જણાઈ રહ્યું છે. બ્રેમ્પટન દક્ષિણના સાંસદ સોનિયા સિદ્ધુએ આ ઘટના પર દુખ વ્યક્ત કરતું ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું, આપણે  વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક સમૂદાયમાં રહીએ છીએ, જ્યાં દરેક પોતાને સુરક્ષિત મહેસૂસ કરી શકે તેનો હકદાર છે.જવાબદાર લોકોએ તેમના કામોનું પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch