Sat,13 June 2026,8:46 am
Print
header

કેલિફોર્નિયાઃ રૂમમેટને ચાકુ મારનાર ભારતીય વિદ્યાર્થીને અમેરિકી પોલીસે ગોળી મારી દીધી

  • Published By panna patel
  • 2025-09-19 09:07:28
  • /

કેલિફોર્નિયાઃ સાન્ટા ક્લેરામાં તેલંગાણાના એક 32 વર્ષીય વ્યક્તિએ તેના રૂમમેટ પર છરી વડે હુમલો કર્યા બાદ પોલીસે તેને ગોળી મારી દીધી હતી. આ ઘટના 3 સપ્ટેમ્બરના રોજ બની હતી. તેના પરિવારને બે અઠવાડિયા પછી પુત્રના મોતની જાણ થઈ હતી.

મૃતકની ઓળખ સોફટવેર એન્જિનિયર મોહમંદ નિઝામુદ્દીન તરીકે થઈ છે. તેના પિતા હુસુદ્દીન એક નિવૃત્ત શિક્ષક છે. તેમણે કહ્યું કે તેમને 18 સપ્ટેમ્બરના રોજ કર્ણાટકના રાયચુરમાં રહેતા તેમના પુત્રના મિત્ર દ્વારા ફોન આવ્યો હતો. નિઝામુદ્દીનનો મિત્ર પણ સાન્ટા ક્લારામાં રહે છે.

મોહમંદ નિઝામુદ્દીનના પિતાએ કહ્યું, અમે અમારા દીકરાને ઘણી વાર ફોન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનો ફોન બંધ આવતો હતો. પછીથી અમને ખબર પડી કે તેની હત્યા કરવામાં આવી છે. આ ઘટનાથી તે ખૂબ જ ભાંગી પડ્યા હતા.

કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે નિઝામુદ્દીનને ચાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેના મૃતદેહને સ્થાનિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથધરી છે.

નિઝામુદ્દીન 2016 માં ફ્લોરિડામાં ઉચ્ચ અભ્યાસ કરવા માટે ગયો હતો અને બાદમાં સાન્ટા ક્લેરા ગયો હતો, જ્યાં તે કેટલાક અન્ય લોકો સાથે રહેઠાણ શેર કર્યું હતું. નિઝામુદ્દીન બીજા વ્યક્તિ સાથે ઝઘડો કરી રહ્યો હતો અને પોલીસને દરમિયાનગીરી કરવા માટે બોલાવવામાં આવી હતી. આ પ્રક્રિયામાં પોલીસે ગોળીબાર કર્યો અને તેનું મોત થયું હતું.

સામાજિક કાર્યકર અને મજલિસ બચાવો તેહરીકના વડા અમજેદ ઉલ્લાહ ખાને વિદેશ મંત્રી એસ જયશંકરને પત્ર લખીને તેમના મૃતદેહને ભારત લાવવા માટે મદદ માંગી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch