Fri,28 March 2025,2:05 am
Print
header

વક્ફ બિલને કેબિનેટે આપી મંજૂરી, બજેટ સત્રના બીજા સેશનમાં થઈ શકે છે રજૂ- Gujarat Post

નવી દિલ્હીઃ કેબિનેટે ગુરુવારે વક્ફ સુધારા બિલને મંજૂરી આપી દીધી હતી. તે સંસદના બજેટ સત્રના બીજા સત્ર દરમિયાન રજૂ થઈ શકે છે. બજેટ સત્રનું બીજું સેશન 10 માર્ચથી 4 એપ્રિલ સુધી ચાલશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સંસદીય સંયુક્ત સમિતિના અહેવાલના આધારે આ બિલને લીલી ઝંડી મળી છે અને તે બજેટ સત્રના બીજા ભાગમાં સંસદમાં રજૂ કરવામાં આવશે. આ પહેલાં 13 ફેબ્રુઆરીએ વક્ફ બિલ પર સંસદીય સમિતિનો રિપોર્ટ સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો. સમિતિના રિપોર્ટના આધારે વક્ફ બિલનો નવો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. હવે આ બિલને મોદી કેબિનેટે મંજૂરી આપી દીધી છે. હવે આ બિલ બજેટ સત્રના બીજા સેશનમાં રજૂ થઈ શકે છે.

આ પહેલા વકફ બિલ પર જેપીસી રિપોર્ટને ખોટો ગણાવતા રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે આ પ્રકારના ફેક રિપોર્ટને અમે સ્વીકારતા નથી, ગૃહ ક્યારેય સ્વીકારશે નહીં.

સૂત્રોના જણાવ્યાં અનુસાર 19 ફેબ્રુઆરીએ મળેલી બેઠકમાં મોટાભાગના સુધારાને મંજૂરી આપવામાં આવી હતી. સુધારાના આધારે જ બિલને મંજૂરી આપવામાં આવી છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે બજેટ સત્રના બીજા ભાગમાં વક્ફ બિલ લાવવાનો રસ્તો સંપૂર્ણપણે સાફ થઈ ગયો છે. જેપીસીએ તેના રિપોર્ટમાં વક્ફ બિલ પર અનેક સુધારા સૂચવ્યા હતા. જો કે, આ અંગે વિપક્ષી સભ્યોએ અસહમતી વ્યક્ત કરી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch