Wed,24 April 2024,7:46 pm
Print
header

કોમનવેલ્થ ગેમ્સઃ આઠમા દિવસે ભારતે 3 ગોલ્ડ, 1 સિલ્વર અને 2 બ્રોન્ઝ જીત્યા, ટેબલ પોઈન્ટમાં પાંચમાં ક્રમે – Gujarat Post

બર્મિંગહામઃ કોમનવેલ્થ ગેમ્સના આઠમા દિવસે ભારત માટે મેડલનો વરસાદ થયો. આઠમા દિવસે કુસ્તીની શરૂઆત થઈ અને ભારતના દિગ્ગજ ખેલાડીઓ રમવા આવ્યાં. ભારતીય ચાહકો શુક્રવારે મેડલની અપેક્ષા રાખતા હતા, પરંતુ એક મેડલ જ નહીં મેડલનો વરસાદ થયો. ભારતે કુસ્તીમાં ત્રણ ગોલ્ડ, એક સિલ્વર અને બે બ્રોન્ઝ સહિત કુલ છ મેડલ જીત્યા હતા. આ સાથે ભારતની કુલ મેડલ સંખ્યા 26 પર પહોંચી ગઈ છે. ભારતીય ટીમ અત્યારે મેડલ ટેલીમાં પાંચમા નંબર પર છે.

ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા, 2018 ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સની ચેમ્પિયન, મહિલા સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલમાં હારી ગયા હતા. તેનાથી સોનાની આશા અધૂરી રહી ગઈ છે. આ સાથે જ ભારતીય મહિલા હોકી ટીમનો સેમિફાઈનલમાં પરાજય થયો હતો. હવે મહિલા હોકી ટીમ બ્રોન્ઝ મેડલ માટે ન્યૂઝીલેન્ડની ટીમ સામે ટકરાશે.

9 ગોલ્ડ: મીરાબાઈ ચાનુ, જેરેમી લાલરિનુંગા, અંચિતા શ્યુલી, વિમેન્સ લૉન બોલ ટીમ, ટેબલ ટેનિસ મેન્સ ટીમ, સુધીર, બજરંગ પુનિયા, સાક્ષી મલિક, દીપક પુનિયા.

8 સિલ્વર: સંકેત સરગરી, બિંદિયારાની દેવી, સુશીલા દેવી, વિકાસ ઠાકુર, ભારતીય બેડમિન્ટન ટીમ, તુલિકા માન, મુરલી શ્રીશંકર, અંશુ મલિક.

9 બ્રોન્ઝ: ગુરુરાજા પૂજારી, વિજય કુમાર યાદવ, હરજિંદર કૌર, લવપ્રીત સિંહ, સૌરવ ઘોષાલ, ગુરદીપ સિંહ, તેજસ્વિન શંકર, દિવ્યા કાકરાન, મોહિત ગ્રેવાલ

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch