Sat,20 April 2024,6:20 am
Print
header

પાટીલનું મોટું નિવેદન, વિધાનસભા ચૂંટણીમાં 60 વર્ષથી વધુ ઉંમરના ઉમેદવારોને મળશે ટિકીટ ?

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે અત્યારથી પાર્ટીઓએ સંગઠનને મજબૂત કરવાના કાર્ય શરૂ કરી દીધા છે. ભાજપ દ્વારા જન આશિર્વાદ યાત્રા શરૂ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી અંગે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનું મહત્વનું નિવેદન આવ્યું છે. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું કે 60 વર્ષથી વધુ ઉંમરના નેતાઓએ ચૂંટણી લડવા માટે ટિકીટ નહીં આપવાનો નિર્ણય માત્ર નગરપાલિકાઓ-મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ પૂરતો જ મર્યાદિત છે, આ સિદ્ધાંત ધારાસભ્યોને લાગુ પડતો નથી.

મીડિયા અહેવાલો મુજબ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને એવી ચર્ચા શરૂ થઈ હતી કે 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને શું ટિકીટ નહીં મળે ? તે પછી પાટીલે આ પ્રતિક્રિયા આપી છે. નોધનિય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વધુ ઉંમરના ઉમેદવારો અને જેઓ બેથી ત્રણ ટર્મ સુધી કોર્પોરેટર રહી ચૂક્યાં હતા તેવા તમામની ટિકીટ કાપી નાંખવામાં આવી હતી, સંપૂર્ણપણ નવા ચહેરાઓ પર પસંદગી કરવામાં આવી હતી. જેને લઈને ધારાસભ્યો પણ મૂંઝવણમાં હતા કે શું અમારા પત્તા કપાશે ?  પરંતુ પાટીલના આજના સ્ટેટમેન્ટથી હવે આવા ઉંમરલાયક નેતાઓ ફરી લોકસંપર્ક શરૂ કરીને ચૂંટણીની તૈયારીઓ કરી શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch