Wed,24 April 2024,2:15 pm
Print
header

શું ખરેખર પાટીલે મજાક કરી ! કહ્યું- યુદ્ધની તૈયારીઓ થઈ ગઈ છે, દરેક બેઠક 50 હજારથી વધારે મતોથી જીતવાનું લક્ષ્યાંક- Gujaratpost


મેદાનમાં ઉતરો ત્યારે કોઈની દયા નહીં રાખવી 

રેવડીના વાયદાઓને લઇને પાટીલે આપ્યું નિવેદન 

સુરતઃ સીઆર પાટીલે નિવેદન આપ્યું છે કે, 'હવે થોડા દિવસોમાં વિધાનસભા ચૂંટણી આવવાની છે. દરેક બેઠક 50 હજારથી વધારે મતથી જીતવાનું લક્ષ્યાંક છે. યુદ્ધની તૈયારીઓ થઈ ગઈ છે, શસ્ત્રો સજાવાઈ ગયા છે, મેદાનમાં ઉતરો ત્યારે કોઈની દયા નહીં રાખવી.'

આપના રેવડીના વાયદાઓને લઇ સી.આર પાટીલે કહ્યું કે, 'મારે પૂછવું છે તમને કે શું ગુજરાતની પ્રગતિ ગમતી નથી ? રેવડીવાળા વચનો આપે છે પરંતુ પૂર્ણ કરી શકશે કે કેમ તે એક સવાલ છે. મહિલાઓને 1 હજાર રૂપિયા આપો ત્યારે વર્ષે 36 હજાર કરોડ થાય. બધી રેવડીનો ખર્ચ 41 હજાર 607 હજાર કરોડ જેટલો થાય છે. 2.18 કરોડ લાખનું બજેટ તો રેવડીમાં જ પુરૂ થઈ જાય.'

સીઆર પાટીલે કહ્યું કે, 'અર્બન નક્સલાઈઝ લોકોને ઓળખી જવાની જરૂર છે. ગુજરાત વિરોધીઓને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી છે. મેઘા પાટકરના આંદોલનના કારણે 15 વર્ષ નર્મદા યોજના મોડી થઈ. જેનાથી ગુજરાતે ઘણું ભોગવ્યું છે. જો કે પાટીલની 50 હજારથી વધારે મતોની લિડથી જીતવાની વાત મજાક લાગી રહી છે. અગાઉ તેમને 182 તમામ બેઠકો જીતવાના પણ નિવેદનો કર્યાં હતા, અને તેમની મજાક ઉડી હતી. આ વખતે હવે આપ, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખરાખરીનો જંગ જામશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch