ગાંધીનગરઃ ગુજરાત ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ મોરચાના પ્રમુખોની નિમણૂંકને લઈને ચર્ચાઓ વહેતી થઈ હતી. જેમાં આજે પ્રદેશ પ્રમુખ પાટીલ દ્વારા પ્રદેશ મહામંત્રીઓને વિવિધ ઝોનની ફાળવણી કરવાની સાથે વિવિધ મોરચાના પ્રમુખોના નામની જાહેરાત કરી છે.
પ્રદેશ મહામંત્રીશ્રીઓ અને વિવિધ મોરચાનાં નવનિયુક્ત પ્રદેશ પ્રમુખશ્રીઓને અભિનંદન પાઠવું છું. pic.twitter.com/iWapRPpGYB
— C R Paatil (@CRPaatil) April 2, 2021
પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાને દક્ષિણ ઝોન, કર્ણાવતી મહાનગર અને પ્રદેશ કાર્યાલય, ભાર્ગવ ભટ્ટને મધ્ય ઝોન, રજની પટેલને કચ્છ અને ઉત્તર ઝોન તથા વિનોદ ચાવડાને સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરાંત પ્રદેશ મીડિયા સહ કન્વીનર કિશોર મકવાણાને પ્રદેશના સહ પ્રવક્તાની જવાબદારી સોંપવામાં આવી છે.
યુવા મારચાના પ્રમુખ તરીકે રાજકોટ જિલ્લાના પ્રશાંત કોરાટ, મહિલા મોરચાના પ્રમુખ તરીકે અમદાવાદના પ્રો. ડો દીપીકા સચિન સરડવા, અનુસૂચિત જાતિના મોરચાના પ્રમુખ તરીકે અમદાવાદના ડો. પ્રદ્યુમન વાઝા, અનુસૂચિત જન જાતિ મોરચાના પ્રમુખ પદે નર્મદાના હર્ષદ વસાવા, કિસાન મોરચાના પ્રમુખ પદે સાબરકાંઠાના હિતેશ પટેલ, બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે રાજકોટ શહેરના ઉદય કાનગડ અને લઘુમતિ મોરચાના પ્રમુખ તરીકે સુરત શહેરના ડો.મોહસીન લોખંડવાલાની પસંદગી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થતા કાર્યકરોમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે. બીજી તરફ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા રાજ્યમાં ભાજપના સંગઠનને વધારે મજબુત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18