Wed,24 April 2024,6:56 pm
Print
header

બાળકોને ક્યારે મળશે કોરોનાની રસી ? એઈમ્સના ડાયરેક્ટર ડો.ગુલેરિયાએ આપ્યું મોટું નિવેદન

નવી દિલ્હી: હજુ સુધી બાળકોને કોરોનાની રસી આપવાની શરૂઆત થઇ નથી ત્યારે આ બધાની વચ્ચે મોટો અહેવાલ સામે આવ્યો છે. ભારતમાં સપ્ટેમ્બર સુધીમાં બાળકોનુ રસીકરણ શરુ થાય તેવી શક્યતા છે. એઈમ્સના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ જાણકારી આપતા કહ્યું કે, કોરોના સંક્રમણની ચેન તોડવા માટે આ એક મહત્વનુ પગલુ હશે. ભારત બાયોટેક દ્વારા બાળકોની રસી માટે પરીક્ષણ થઈ રહ્યું છે. તેના પરિણામો સપ્ટેમ્બર સુધીમાં જાહેર કરવામાં આવશે. ફાઈઝર વેક્સીનને પહેલા જ આ માટે એપ્રુવલ આપી દેવામાં આવ્યુ છે સપ્ટેમ્બરથી બાળકોનુ કોરોના રસીકરણ શરુ થઈ જાય તેવી આશા છે.

બીજી તરફ ઝાયડસ કેડિલાએ પણ 12 થી 18 વર્ષ વચ્ચેના બાળકો માટેનું પરિક્ષણ પુરું કરી લીધુ છે. અમદાવાદની આ કંપનીએ 1 જુલાઈએ ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માંગી હતી.જેના પર હજુ કાર્યવાહી ચાલી રહી છે, ભારતમાં 42 કરોડ લોકોને રસી અપાઈ છે અને સરકાર આ વર્ષના અંત સુધીમાં તમામ પુખ્ત વયના નાગરિકોનુ રસીકરણ પુરુ કરવા માંગે છે. જોકે ત્રીજી લહેરની ચિંતા વચ્ચે હજી બાળકો માટેની એક પણ વેક્સીનને મંજૂરી અપાઈ નથી. આ જ કારણે લોકો પણ બાળકોને સ્કૂલે મોકલવા માટે ચિંતિત છે.

ડો.ગુલેરિયાએ કહ્યું કે એક વખત બાળકોની રસી ઉપલબ્ધ થઈ જાય પછી સ્કૂલોને તબક્કવાર શરુ કરવી જોઈએ.તેનાથી બાળકોને વધારે સુરક્ષા મળશે અને વાલીઓમાં પણ ભરોસો વધશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch